Site icon Revoi.in

સરકાર આગામી 6 મહિનામાં યુએસમાંથી 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે

Social Share

દિલ્હી:સરકાર આગામી છ મહિનામાં યુએસમાંથી લગભગ 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. G-20 ની ભારતની અધ્યક્ષતામાં સંસ્કૃતિ પરના કાર્યકારી જૂથની ત્રીજી બેઠક પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને જણાવ્યું હતું કે ભારતે તમામ દેશો સાથે 1970ની સંધિ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે.

તેમણે કહ્યું કે,”અમે એક વ્યાપક સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ તમામ G-20 દેશોને ઓછામાં ઓછા આ સંધિનો ભાગ બનાવી શકાય અને ભારત આ પ્રક્રિયાનો મોટો લાભાર્થી હશે,” સાંસ્કૃતિક મિલકતોની ગેરકાયદે હેરફેર આયાત,નિકાસ અને સ્વામિત્વના હસ્તાંતરણને રોકવાના સબંધમાં 1970 ની સંધી હેઠળ તમામ પક્ષોને સાંસ્કૃતિક મિલકતોની ગેરકાયદે હેરફેરને રોકવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.

મોહને કહ્યું કે દ્વિપક્ષીય રીતે પણ ભારત અમેરિકા જેવા દેશો સાથે નજીકથી કામ કરી રહ્યું છે. “જો તમે તાજેતરમાં જ વડાપ્રધાનની યુએસ મુલાકાતનું સંયુક્ત નિવેદન જોયું છે, તો તેમાં ભારત અને યુએસ વચ્ચે સાંસ્કૃતિક સંપત્તિ કરારનો ઉલ્લેખ છે,” તેમણે કહ્યું હતું. અમેરિકામાં લગભગ 150 આવી કલાકૃતિઓ મળવાની અપેક્ષા છે.

યુ.એસ. દ્વારા પરત કરવામાં આવેલ 150 આર્ટવર્કમાં ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (MET)ની કેટલીક કૃતિઓનો પણ સમાવેશ થાય છે. ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ વર્કિંગ ગ્રુપ ઓન કલ્ચરની ત્રીજી બેઠક રવિવારે હમ્પીમાં શરૂ થઈ અને 12 જુલાઈ સુધી ચાલશે.