Site icon Revoi.in

ઈસ્લામનું પવિત્ર સ્થળ મક્કા 6 મહિના બાદ હવે યાત્રીઓ માટે મર્યાદીત સંખ્યા સાથે તબક્કાવાર ખોલવામાં આવશે

Social Share

ઇસ્લામનું સૌથી પવિત્ર ગણાતું સ્થળ, એટલે કે મક્કાની ભવ્ય મસ્જિદ અટલે કે હરમ શરીફ  હવે મુસ્લિમ યાત્રીઓ માટે ખોલવામાં આવશે. હવે યાત્રીઓને અહીં ઉમરાહ કરવા માટે અહીં આવવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા 6 મહિનાથી આ ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ હતો ત્યારે સાઉદી અરેબિયાએ તબક્કાવાર તેને ખોલવાનો નિર્ણય લીધો છે.

સાઉદી અરેબિયાએ લીધાલા નિર્ણય હેછળ પ્રથમ તબક્કામાં આવનારી 4 ઓક્ટોબરથી માત્રને માત્ર સાઉદીના લોકોને જ આ મસ્જીદમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે જેમાં પણ લસંખ્ય. મર્યાદીત રહેશે 6 હજાર યાત્રીઓ જ આવી શકશે ત્યાર બાદ 18 ઓક્ટોબરના રોજથી બીજો તબક્કો શરુ કરવામાં આવશે, જેમાં પણ માત્રને માત્ર સાઉદી અરેબિયાના લોકોને જ મસ્જીદમાં દાખલ થવા દેવામાં આવશે જો કે તેની સંખ્યા વધારીને 65 હજાર કરવામાં આવશે.

સાઉદી અરેબિયાના આંતરીક મંત્રાલ.નું આ અંગે કહેવું છે કે, ત્રીજા તબક્કામાં સાઉદીના બહારના દેશના લોકોને અહી ઉમરાહ કરવા આવવા માટેની પરવાનગી આપવામાં આવશે આ દરમિયાન આ ત્રીજા તબક્કામાં કુલ 80 હજાર યાત્રીઓને પ્રવેશ આપવામાં આવશે.

આ સાથે જ અહી આવનારા તમામ લોકોએ ગાઈડલાઈન્સનું પાલન ચોક્કસપણે કરવાનું રહેશે,આ સાથે અહીની સરકાર કોરોના સાથે જોડાયેલા અનેક ઘટનાક્રમનું સતત મૂલ્યાંકન કરતી રેહેશે આ પહેલા પણ જુલવાઈ મહિનામાં મર્યાદીત સંખ્ય.માં અહી લોકોએ હજ અદા કરી હતી. આમ તો સામાન્ય રીતે દર વર્ષ દરમિયાન કુલ 20 લાખ લોકો હજ માટે આવતા હોય છે પરંતપ કોરોનાના કારણે આ સંખ્યા માત્ર 1 હજાર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સાઉદીમાં અત્યાર સુધી કોરોનાના 3 લાખથી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે,આ સાથે જ 4 હજાર 500 થી વધુ લોકોના મોત થયા છે .જો કે હજયાત્રા દરમિયાન માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યું હતું અને કોરોનાને લગતા તમામા નિયમોનું પાલન કરાવાયું  હતુંત્યારે હવે ઉમનરાહમાં પણ દરેક યાત્રીઓએ અનેક નિયમોનું પાલન કરવાનું રહેશે.

સાહીન-