Site icon Revoi.in

ગૃહ મંત્રાલયે જાસૂસી કેસમાં દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહીની આપી મંજૂરી

Social Share
દિલ્હીઃ- દિલ્હીના મંત્રી મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે જાસુસી કેસને લઈને હવે ગૃહમંત્રાલયે પણ કાર્વાહી માટે પરવાનગી આપી દીધી છે,ગૃહ મંત્રાલયે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફીડબેક યુનિટ સ્નૂપિંગ કેસમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.
સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ટ્રાયલ માટે મંજૂરી માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની વિનંતીને મંજૂરી આપી હતી. બીજી તરફ મનીષ સિસોદિયાએ આ બાબતને ખોટી ગણાવી છે.આ ઘટના ત્યારે બની છે જ્યારે સિસોદિયા લિકર પોલિસી કેસમાં સીબીઆઈના રડાર પર છે.
સીબીઆઈએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર, 2015 ના રોજ કેબિનેટના નિર્ણય દ્વારા ફીડબેક યુનિટની રચના કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું કે સિસોદિયાના નેતૃત્વમાં આ યુનિટની કોઈ કાયદાકીય કે ન્યાયિક માન્યતા નથી, પરંતુ તે રાજકારણીઓની જાસૂસી કરી રહી છે.
સીબીઆઈ દ્વારા સિસોદિયા સામે જાસૂસીના આરોપો એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યા છે જેમાં  એમ પણ દાવો  કરવામાં આવ્યો છે કે વર્ષ  2015માં દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ફીડબેક યુનિટની રચના કરી હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલા લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સિસોદિયા વિરુદ્ધ કેસ ચલાવવાની સીબીઆઈની વિનંતીને મંજૂરી આપી હતી અને વિનંતીને ગૃહ મંત્રાલયને મોકલી હતી.