Site icon Revoi.in

ટ્રાફિક પોલીસ કર્મચારીની માનવતા,ધોમધખતા તાપમાં વાનરને પીવડાવ્યું પાણી

Social Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ધોમધખતા તાપથી લોકોની હાલત કફોડી બની છે.હવે લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે અને પંખા,એસી અને કુલરનો સહારો લઇ રહ્યા છે.પરંતુ આટલી ગરમીમાં તરસ લાગવી એ સામાન્ય વાત છે એટલા માટે લોકો પાણી,શરબત,જ્યુસ વગેરે પી રહ્યા છે.પરંતુ તમને ખબર છે કે પ્રાણીઓને જયારે પાણી ન મળે ત્યારે તેમની હાલત કેવી થતી હશે ? આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે,જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાનરને પાણી પીવડાવવામાં આવી રહ્યું છે.આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રાફિક પોલીસ વાનરને પાણી આપતો જોવા મળી રહ્યો છે. કેટલાક છોકરાઓ આ સુંદર નજારો જોઈ રહ્યા છે,જ્યારે કેટલાક લોકોએ આ નજારો પોતાના કેમેરામાં પણ કેદ કર્યો છે.નાના શહેરો કે ગામડાઓમાં પણ પાણી મળે તો ઠીક, પરંતુ પહાડી વિસ્તારોમાં રહેતા પ્રાણીઓને પાણી માટે ઘણી મહેનત કરવી પડે છે.વીડિયોમાં જોઈ શકાય છે કે વાનરને એટલી તરસ લાગી હતી કે,તેણે પાણીની આખી બોટલ પી લીધી.

લોકો આ  વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.આ માનવતાનો વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે અને જણાવ્યું છે કે, ટ્રાફિક પોલીસ કર્મચારીનું નામ સંજય ઘુડે છે. વીડિયો જોયા પછી લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓની આ માનવતાને લોકોએ ખૂબ વખાણી છે.