Site icon Revoi.in

કાનપુરઃ IASએ ઈસ્લામ ધર્મ અંગિકાર કરવા મુદ્દે કેટલાક લોકોને આપી હતી ધમકી

Social Share

લખનૌઃ કાનપુરના પૂર્વ મંડલાયુક્ત ઈફ્તિખારુદ્દીન સાથે જોડાયેલો સનસનીખેજ વિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કથિત રૂપે પોતાના સરકારી આવાસ કેટલાક લોકોને ધર્માંતરણના ફાયદાગણાવતા જોવા મળ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક લોકો સામે આવ્યાં છે જેમની ઉપર દબાણ કરીને ધર્માંતરણ માટે ઉપસાવવામાં આવી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઉચ્ચ મુસ્લિમ અધિકારીએ તેમને ગંભીર પરિણામ ભોગવવાની પણ ધમકી આપી હતી. યોગી સરકારએ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસઆઈટીને તપાસ સોંપી છે. તેમજ સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે.

કાનપુર સ્થિત સીટીએસ વિસ્તારમાં રહેતા નિર્મલ ત્યાગીએ કેમેરા સામે કબુલાત કરી હતી કે, છ વર્ષ પહેલા કાનપુર મેટ્રો માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી. આ મામલે સિનિયર આઈએએસ ઈખ્તિખારુદ્દીને વિસ્તારમાં રહેતા લોકોની સાથે મુલાકાત કરી હતી. તેમજ વિસ્તારને બચાવા માટે ધર્મ પરિવર્તન કરવાની લાલચ આપી હતી.

નિર્મલ ત્યારીએ જણાવ્યું હતું કે, સિનિયર આઈએએસએ તમામને ઈસ્લામ અપનાવવા માટે કહ્યું હતું. તેમજ કાનપુરની તમામ મદરેસામાંથી મદદ મળવાની વાત પણ કરી હતી. જો કે, ધિકારીની વાતનો અમે ઈન્કાર કર્યો હતો. અધિકારીએ ધમકી આપી હતી કે, હવે આપ તમામને કોઈ નહીં બચાવી શકે. તેમજ આ અંગે કોઈને કંઈ પણ ન કહેવાની ધમકી આપી હતી. અધિકારીના ઘરેથી નીકળતી વખતે અધિકારીએ લખેલી બુક પણ આપી હતી. તેમજ ઈસ્લામિક સાહિત્ય પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓએ પણ તૈયારીઓ શરૂ કરી છે.

(PHOTO-FILE)