Site icon Revoi.in

રાજકોટ પાસે આવેલા જસદણની ઘટના, તંત્રની સતર્કતાથી બે સગીરાના બાળલગ્ન થતા બચી ગયા

Social Share

રાજકોટ: જસદણમાં આવેલા કોઠી ગામ પાસે એવી ઘટના બની છે કે જેને લઈને તમામ લોકોએ સતર્ક થવું જોઈએ. ઘટના એવી બની છે કે તંત્રની સતર્કતાથી બે સગીરાના જીવન સાથે રમાઈ રહેલી રમત બંધ થઈ ગઈ. આ સગીરાઓના તેમના પરિવાર દ્વારા બાળ લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા પણ બાતમીના આધારે તંત્રએ યોગ્ય પગલા લીધા અને બાળલગ્નને અટકાવી દીધા. આ સગીરાની ઉંમર 14 વર્ષ અને 16 વર્ષની બતાવવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર ભરમાં  લગનસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે જ સમાજ સુરક્ષા ખાતું પણ એક્શનમાં આવી ગયું છે. જસદણના કોઠી ગામે બે દિવસ બાદ યોજાનાર બે સગીરાઓના બાળલગ્ન અટકાવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં પરિવારને સમજાવી કુલ ચાર બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. બાળલગ્નની જાણ થતાં સમાજ સુરક્ષા ખાતું જસદણના કોઠી ગામેંપહોંચ્યું હતું. બાદમાં તપાસ કરતાં લગ્નમાં 14 અને 16 વર્ષની સગીરાઓની ઉંમરજાણવા મળી હતી. જેથી, પરિવારજનોને સમાજ સુરક્ષા દ્વારા સમજાવામાં આવ્યા હતા. અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી વર-કન્યાની ઉંમર લગ્ન લાયક ન થાય ત્યાં સુધી લગ્ન નહિ કરવા પરિવારજનોને સુચના આપવામા આવીહતી.