Site icon Revoi.in

ચીનમાં કોરોનાની વઘતી ગતિઃ સ્થિતિ નિયંત્રણની બહાર, નિષ્ણાંતના મતે અનેક લોકો ગુમાવશે જીવ

Social Share

દિલ્હીઃ- વિશ્વમાં ચીનમાંથી કોરોનાની ઇત્પત્તિ થઈ હતી તે વાતથી સૌ કોઈ વાકેફ છીએ જો કે ચીને ઝીરો કોવિડ પોલિસીનો દાવો કર્યો હતો પરંતુ ચીન તેમાં સફળ  થયું નથી  ચીનમા છેલ્લા ઘણા ટાઈમથી કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે દિવસેને દિવસે કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે.અહીં પ્રતિબંધોમાં છૂટછાટ બાદ ચીનમાં કોરોના વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ચીનની રાજધાનીમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી સ્મશાનગૃહોમાં કોવિડ-સંક્રમિત મૃતદેહો પહોંચતા લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. રોગચાળાના નિયંત્રણો અચાનક હળવા કર્યા પછી આવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે.

મીડિયા એહવાલ પ્રમાણે  દર્દીઓની વધતી સંખ્યાને કારણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ તો ત્યાં સુધી કહ્યું છે કે, “જેને પણ ચેપ લાગવો હોય, તેને ચેપ લાગવા દો, જેને મરવાની જરૂર છે, તેને મરવા દો.” આરોગ્ય નિષ્ણાતે એવો પણ દાવો કર્યો છે. હવે ચીનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં બમણી થઈ શકે છે.

અનેક મીડિયો એહવાલો પ્રમાણે હાલ ચીનની સ્થિતિ કથળી રહી છે, ચીનમાં દર્દીઓથી હોસ્પિટલો સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. રોગચાળાના નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી 90 દિવસમાં ચીનના 60 ટકાથી વધુ અને પૃથ્વીની 10 ટકા વસ્તી સંક્રમિત થવાની સંભાવના છે અને લાખો લોકો મૃત્યુ પામી શકે છે.તેની પણ સંભાવના વ્યક્ત કરી છે.,

ઉલ્લેખનીય છે કે વિશઅવમાં કોરોનાનો  હાહાકાર મચાવનાર  મહામારી હજી પણ ચીનમાં કહેર દેખાડી રહી છે. વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ મળ્યો હતો. આ મહામારી ફેલાયાના ત્રણ વર્ષ બાદ પણ ચીનમાં તેનો કહેર ચાલુ રહ્યો છે અને વર્ષ 2023માં પણ આ વાયરસ મોટી સંખ્યામાં લોકોનો ભોગ લેશે તેવી આગાહી કરાઈ છે.