Site icon Revoi.in

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત, આજે ટીથર ડ્રોન બાજ નજર રાખશે

Social Share

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચ યોજાશે. હાઈ વૉલ્ટેજ મેચને લીધે સમગ્ર સ્ટેડિયમ વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જમીની બંદોબસ્ત સાથે પોલીસ દ્વારા આકાશી નજારાથી પણ સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તાર બાજ નજર રાખવામાં આવશે. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ટેથર્ડ નામના ડ્રોન મદદથી સ્ટેડિયમ અને આસપાસમાં આવેલા પાંચ કિલોમીટર જેટલા વિસ્તાર ઉપર નજર રાખવામાં આવશે. ધાબા પોઇન્ટથી લઈ સ્ટેડિયમમાં તમામ ગતિવિધિઓને જાણી શકાશે.

અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે  આજે રમાનારી ભારત અને પાકિસ્તાની મેચને લીધે સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં શહેર પોલીસ તેમજ અર્ધ સૈનિક દળો દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સ્ટેડિયમ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને મેચના દિવસ દરમિયાન શહેરમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આજે શનિવારે મેચ દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચ  દ્વારા  VVIP ગેટ નજીક ટીથર ડ્રોન ઉડાડવામાં આવશે. જે ડ્રોન 120 મીટરની ઊંચાઈએ  ઉડીને 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે નજર રાખશે.  સાથે સાથે આ ડ્રોન દ્વારા આસપાસની સોસાયટીઓના ધાબા ઉપર રહેલા લોકો ઉપર પણ નજર રાખશે અને સીધો કંટ્રોલ રૂમ સાથે પણ સતત સંપર્કમાં રહેશે. અગાઉ પણ આ ટીથર ડ્રોનનો સફળ પ્રયોગ શહેર ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા દરમિયાન કર્યો હતો. જેનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું હતું. જેમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવી હતી.