Site icon Revoi.in

જેલમાં કેદીઓને ગેરકાયદે સુવિધા આપવી જેલરને ભારે પડી

Social Share

અમરેલીઃ જિલ્લાની જેલમાં કેદીઓને માગે તે સુવિધા આપવામાં આવતી હતી. જિલ્લા જેલમાં ગત વર્ષે કેદીઓ સાથે સાંઠગાંઠ કરી પીસીઓ ચલાવવાના પ્રકરણમા ગુનો નોધાયા પછી બે સિપાઇએ જેલરના કહેવાથી આ કામ થતુ હોવાની કબુલાત આપતા તેમની ધરપકડ કરી જે જેલમાં તેઓ જેલર હતા ત્યાં જ કેદી તરીકે ધકેલી દેવાયા છે. અમરેલી એલસીબી દ્વારા અમરેલી જિલ્લા જેલના તત્કાલિન અધિક્ષક હરેશ એ. બાબરીયાની ધરપકડ કરવામા આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જેલમાં અનેક ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદ ઉઠી હતી.

અમરેલીની જેલ જેલરના ભ્રષ્ટાચારને લીધે બદનામ થઈ હતી. આ જેલમાં કેદીઓને માગે તે સુવિધા આપવામાં આવતી હતી. કુખ્યાત અને હત્યા કેસના આરોપીઓ જેલમાં જ ગેરકાયદે પીસીઓ ચલાવતા હતા અને કેદીઓને બહાર વાત કરાવવાનો તગડો ચાર્જ વસુલ કરતા હતા. દરમિયાન આ જેલમાથી સુરતની જેલમાં પણ મોબાઇલ કોલ કરવામા આવ્યા હતા. જેના આધારે તપાસનુ પગેરૂ અમરેલી જેલમા પહોંચ્યુ હતુ. અને જે તે વખતે જેલમાથી મોબાઇલ પકડાતા ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમા ત્રણ કેદીની અગાઉ ધરપકડ કરાઇ હતી અને બાદમાં જેલના બે સિપાઇની પણ ધરપકડ કરાઇ હતી. જેલર હરેશ બાબરીયાએ ધરપકડથી બચવા હાઈકોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. જોકે હાઈકોર્ટે આગોતરા જામીન નામંજુર કર્યા હતા. આ પ્રકરણમા અગાઉ જ તેમની જામનગર બદલી કરાઇ ચુકી છે.