Site icon Revoi.in

છેલ્લા 6 મહિના બાદ જોવા મળ્યાં કોરોનાના સૌથી ઓછા સક્રિય કેસો – એક દિવસમાં નોંધાયેલા કેસની સંખ્યા 26 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ગતિ ઘીમી પડતી જોવા મળી રહી છે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં રાહત જોવા મળી છે, જ્યારે છેલ્લા 6 મહિનાની સરખામણીમાં હાલમાં સૌથી ઓછા એક્ટિવ કેસો જોવા મળે છે , આ સાથે જ છેલ્લા 24 કલાક દરમિયાન 26 હજાર 215 નવા કેસો મળી આવ્યા છે.

આ સાથે જ સમાન સમયગાળામાં 34 હજાર 469 લોકોએ ચેપને હરાવ્યો છે. આને કારણે સક્રિય કેસોમાં પણ મોટો ઘટાડો થયો છે. હાલમાં, દેશમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 3 લાખ 9 હજાર 575  જોવા મળી છે. આ આંકડો છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછો છે. તે સ્પષ્ટ છે કે કોરોનાના નવા કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે ,આ સાથએ જ રિકવરી રેટ પણ ઝડપથી વધીને 97.75 ટકા થયો છે.

અત્યાર સુધી દેશમાં મળી આવેલા કોરોનાના કુલ કેસોની સરખામણીમાં સક્રિય કેસો પર નજર કરીએ, તો આ આંકડો હવે 1 ટકાથી પણ ઓછો થયેલો જોઈ શકાય છે. અત્યારે દેશમાં માત્ર 0.92 ટકા સક્રિય કેસ છે, જે માર્ચ 2020 પછીનું સૌથી નીચું સ્તર ગણાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરો સહિત દેશભરમાં બજારો ખુલી ગયા છે અને શાળાઓ અને કોલેજો પણ આ મહિનાથી ખોલવામાં આવી રહી છે. આમ હોવા છતાં, કોરોના સંક્રમણના નીચા દરને કારણે મોટી રાહત મળી છે. એટલું જ નહીં, કોરોનાના કેસોની ઝડપ પણ અર્થતંત્ર માટે સારી માનવામાં આવી રહી છે અને તેની અસર પણ  અર્થતંત્ર પક સકારાત્મક જોવા મળી છે.