Site icon Revoi.in

રસ્તા પર ઉગી આવતા આંકડાના ઝાડના પાન પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી, જાણો કઈ બીમારીમાં કરે છે અસર

Social Share

આપણી આજૂબાજૂ અનેક ઔષધિ વન્સતપી મળી આવે  છે, જેનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ જો કે કેટલીક વનસ્પતિમાં ઔષધિય ગુણો સમાયેલા હોય છે જે ઘણી બીમારીઓને મટાડવાનું કામ કરે છે.આજે વાત કરીશું આકંડાના પાન મૂળ અને તેના ફૂલની  જે આરોગ્યને કેટલીક રીતે ખૂબ જ કામના છે,

જ્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય ત્યારે આંકડાનું મૂળ લગાવવાથી ઝેર ચડતું નછી, કોઈ પણ ઝેરી જંતુ માટે આંકડાનું મૂળ ખૂબ ગુણકારી સાબિત થાય છે.આકંડાના મુળને સુકવીને તેનો પાવડર બનાવી તેમાં મરી મિક્સ કરી નાની નાની ગોળી બનાવી તેનું સેવન કરવાથી ખાસી જળમૂળમાંથી દૂર થાય છે.

આંકડાના પાનને બાળીને તેમાં કડુઆનું તેલ મિક્સ કરીવને ખંજવાળ પર લગાવવાથી ખંજવાર દૂર થાય છે.આ સાથે જ આંકડાના પાનને બાળીને તેને સોજા પર લગાવવાની સોજાઓ દૂર થાય છે, અને દુખાવામાં રાહત થાય છે.આંકડાના પાન પર તેલ લગાવીને તવીમાં શેકીને તેને માથા પર બાંધી દેવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત થાય છે

કાનમાં આંકડાના પાનનો રસ નાખવાથી કાનમાં રસી, દુખાવો કાનમાં ધાક પડી ગઈ હોય જેવી કાનથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.દાંત માટે પણ આંકડો ગુણકારી છે,આંકડાના દૂધમાં રૂ પલાળીને ઘીમાં સારી રીતે મિક્સ કરો અને પછી રૂને દાઢ પર મૂકી દો. આનાથી દાંત અથવા દાઢના દુખાવામાં તરત જ રાહત મળે છે.

.આંકડાનું દુધ માથા પર લગાવવાથી પણ માથાના દૂખાવામાં આરમા મળે છે.ત્વચા માટે પણ આંકડો ઉપયોગી છે, આંકડાના બે ચમચી દૂધમાં ત્રણ ગ્રામ હળદર પાવડર અને ગુલાબજળ સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, તે ત્વચાને મુલાયમ બનાવે છે.