- વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી નદી એમેઝોન
- આ નદી પર નથી બન્યો અત્યાર સુધી એક પણ પુલ
દિલ્હીઃ- એમેઝોનને વિશ્વની બીજી સૌથી મોટી નદી માનવામાં આવે છે. તેની લંબાઈ 6400 કિમીથી વધુ છે. દક્ષિણ અમેરિકાના લગભગ 9 દેશોમાંથી પસાર થતી આ નદીના વિચિત્ર તથ્યો વિશે જાણીને તમને આશ્ચર્ય ચોક્કસ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ નદી આટલી લાંબી છે છત્તા પણ પજી સુધી આ નદી પર એક પણ પુલ બનાવવામાં આવ્યો નથી. એમેઝોન નદી તાજા પાણીની સૌથી મોટી નદી છે.
એમેઝોન નદી લાખો જળચર જીવોનું ઘર છે. જેમાં ડોલ્ફિનની શ્રેષ્ઠ સંખ્યા જોવા મળે છે. આ નદીએ દક્ષિણ અમેરિકાના 40 ટકા ભાગને ઘેરી લીધો છે. આ નદી બોલિવિયા, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, એક્વાડોર, વેનેઝુએલા, ફ્રેન્ચ ગુયાના, ગુયાના અને સુરીનામ જેવા દેશોમાંથી પસાર થાય છે, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ નદી પર એક પણ પુલ નથી. તો ચાલો જાણીએ શા માટે આજદીન સુઝધી અહી એક પણ પુલ બન્યો નથી
જ્યાં નાની નદીઓ પર મોટા-મોટા પુલ જોવા મળે છે, ત્યાં 6 હજાર 400 કિલોમીટર લાંબી નદી પર એકપણ પુલ ન હોવાની વાત ચોંકાવનારી છે. તેની પાછળ એક રસપ્રદ કારણ છે. નદી પર પુલ ન હોવાનું સૌથી મોટું કારણ એ છે કે અહીં પુલની જરૂર નથી. આ નદી એવા વિસ્તારોમાંથી પસાર થાય છે જ્યાં પુલની જરૂર નથી. જે જગ્યાએથી નદી પસાર થાય છે ત્યાંની વસ્તી ઘણી ઓછી અથવા નહિવત છે.
આ સિવાય તેના કિનારે વસતી વસ્તીવાળા શહેરો એટલા વિકસિત છે કે બીજી તરફ જવા માટે ફેરીની પણ સારી વ્યવસ્થા છે. આ શહેરોમાં રહેતા લોકોને તેમને પાર કરવા માટે પુલની જરૂર નથી. નદી કિનારે જમીન ખૂબ જ નરમ હોવાથી. જેના કારણે પુલ બનાવવામાં ઘણો ખર્ચ થશે. બહુ જરૂર પણ નથી. આ કારણોસર નદી પર પુલ બનાવવામાં આવ્યો નથી.