Site icon Revoi.in

દુનિયામાં પુરુષોની સરખામણીએ મહિલાઓનું આયુષ્ય લાંબુઃ એક રિપોર્ટમાં કરાયો દાવો

Social Share

દિલ્હીઃ દુનિયાભરમાં પુરુષો અને મહિલાઓના આયુષ્ય સંબંધિત રિપોર્ટ પ્રકાશિત થઈ છે. વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક રિપોર્ટ 2021માં સામે આવ્યું છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં મહિલાઓનું આયુષ્ય પુરુષોની સરખામણીએ વધુ હોય છે. એટલે કે મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે. જો કે, આરોગ્યના મામલે મહિલાઓ પુરુષોથી પાછળ છે. એક્સપર્ટ આ ગ્લોબલ ટ્રેન્ડ પાછળ સારા આરોગ્યના અભાવને માને છે. ભારતમાં જીવન આયુષ્ય (વર્ષ 2021માં જન્મેલા બાળકો માટે) 69 વર્ષ અને 4 મહિના છે. જ્યારે વેશ્વિક જીવન આયુષ્ય 72.81 વર્ષ છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં મહિલાઓનું આયુષ્ય પુરુષો કરતા 3 વર્ષ વધારે છે. વૈશ્વિક સ્તરે મહિલાઓનું આયુષ્ય પુરુષોની સરખામણીએ પાંચ વર્ષ વધારે છે. આયુષ્ય અને સારા આરોગ્ય સાથેના જીવન વચ્ચેનું અંતર 9 વર્ષનું છે. સ્વીડન, નેધરલેન્ડ, સિંગાપુર, ફ્રાન્સ જેવા દેશોમાં લોકોનું આયુષ્ય 80 વર્ષથી વધારે છે. અવિકસિત દેશ જીવન આયુષ્યમાં સુધારને લઈને ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. ઓમાન અને અફઘાનિસ્તાન જ એવા દેશ છે જ્યાં મહિલાઓની સરખામણીએ પુરુષોનું આયુષ્ય વધારે છે. ભારત અને તેના પડોશી દેશ પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં પુરુષો અને મહિલાઓમાં સ્વસ્થ્ય જીવન આયુષ્યનું અંતર ઓછું છે. સ્વિઝરલેન્ડ, નેધરલેન્ડ અને સ્વીડન જેવા વિકસિત દેશોમાં પુરુષો અને મહિલાઓના સ્વસ્થ્ય જીવન આયુષ્ય વચ્ચે ખુલ જ ઓછું અંતર છે.

આ એક વ્યક્તિનું સરેરાશ જીવનકાળનું અનુમાન છે. જીવન આયુષ્ય આપણા જન્મના વર્ષ, વર્તમાન સમય સહિત અન્ય જનસંખ્યાકીય કારકોને આધારે જીવિત રહેવાની સરેરાશ મર્યાદાનો એક સંખ્યાકીય ટુલ છે.

(Photo - Social Media)