Site icon Revoi.in

બોટાદ-જસદણ રેલવે લાઈનને પુનઃ સજીવન કરવા સ્થાનિક નેતાગીરીને કોઈ રસ નથી

Social Share

બોટાદ :  સૌરાષ્ટ્રમાં વગદાર નેતાગીરીના અભાવે રેલવેના પ્રશ્ને અન્યાય થઈ રહ્યો છે. વર્ષો પહેલા  બોટાદ-જસદણની મીટર ગેજ ટ્રેન નિયમિત દોડતી હતી. અને ટ્રેનને પેસેન્જરો પણ સારા પ્રમાણમાં મળી રહેતા હતા. પરંતુ તે સમયે ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગામડાંઓના મોટાભાગના લોકો ટ્રેનમાં બેસીને બોટાદ હટાણું (ખરીદી) કરવા માટે સવારના સમયમાં આવતા હતા અને સાંજે જસદણ જતી ટ્રેનમાં પરત ફરતા હતા પણ રેલવે સત્તાધિશોએ ટ્રેનનો સમય બદલીને સવારે ટ્રેન જસદણ જાય અને સાંજે બોટાદ પરત ફરે તે રીતનો સમય બદલતા પેસેન્જરો ઘટી ગયા અને અંતે ટ્રેન બંધ કરવી પડી ત્યારબાદ રેલવે ટ્રેકના પાટા ઉખેડી નાંખવામાં આવ્યા, નાના રેલવે સ્ટેશનો પર ઉખેડી નાંખીને તેને ભંગારમાં આપી દેવાયા. આમ મીટરગેજ રેલવે લાઈનનું નામોનિશાન પણ રહેવા દીધુ નથી. હવે બોટાદ, વીંછિયા, જસદણના વિકાસ માટે આ રેલવે લાઈન ફરીથી ધમધમતી કરવાની માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બોટાદથી જસદણ રેલવે લાઈન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં છે. મોટા મોટા વિકાસના બણગા ફૂંકનારા ભાજપના રેલવે પ્રધાન બોટાદથી જસદણ રેલ્વે લાઈનનું કામ કયારે શરૂ કરવાના છે? તેવા પ્રશ્નો લાકોમાં ઉઠયો છે. 10 વરસ પહેલા બોટાદ થી જસદણ રેલ્વે લાઈનનું સર્વે કરવામાં આવ્યુ હતું. બાદમાં આ ફાઈલો અભેરાઈ ચડાવી ગઈ હોય તેમ જાણવા મળે છે. બોટાદથી જસદણ રેલ્વે લાઈન વરસો પહેલા મીટર ગેજ લાઈન હતી. જે ઘણા લાંબા સમયથી બંધ છે.
જસદણમાં  રેલ્વે સ્ટેશન પડવાના આરે છે. કોળી સમાજના આગેવાન કુંવરજીભાઈ બાવળીયા ભુતકાળમાં કોંગ્રેસમાં હતા ત્યારે બોટાદથી જસદણ રેલવે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતર કરીને ચાલુ કરાવવા માટે સર્વે કરાવાયો હતો. તત્કાલિન સમયે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું. તે સમયે સર્વે પણ કરાયેલો, તે ફાઈલો અભેરાઈએ ચડાવી દીધી છે.  હાલમાં કુંવરજીભાઈ બાવળીયા ભાજપમાં છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે.
ભાજપના બોટાદ વિસ્તારના સંસદ સભ્ય ભારતીબેન શિયાળે આ પ્રશ્ને લોકસભામાં રજુઆત કરી કેન્દ્રના રેલ્વે પ્રધાનને મળી યોગ્ય રજુઆત કરવી જોઈએ તેવી માગ ઊઠી છે.
બોટાદ અને જસદણમાં હિરા ઉદ્યોગો-જીનીંગ ફેકટરીઓ, ઓઈલ મીલો, ઈલોકટ્રોનિકસ, પનરા, હેન્ડીક્રાફટ, માટીકામ, ટેરાકોટા સહિતના પ્રખ્યાત ખાંભડાના પેંડાના વેપારીઓ સહિત માલ પરિવહન માટે ખૂબ જ ઉપયોગી બને તેમ હોય સરકારે યોગ્ય કરવાની જરૂર છે.