Site icon Revoi.in

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નુક્સાન,હવે ઈંગ્લેન્ડ પ્રવાસ પર નહીં આવે

Social Share

મુંબઈ :છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બે ઝટકા લાગ્યા છે જેના કારણે તેમને કરોડો ડોલરનું નુક્સાન થવાનું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા થોડા દિવસ પહેલા સુરક્ષાના કારણોસર પ્રવાસને રદ કરવામાં આવ્યો છે અને હવે અત્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન પ્રવાસ કરવાની ના પાડી દીધી છે.

જાણકારી અનુસાર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ઓક્ટોબરમાં બે ટી 20 મેચ માટે પાકિસ્તાન જવાની હતી, જ્યાં 13 અને 14 ઓક્ટોબરે મેચ રમાવાની હતી. આ સાથે તેની મહિલા ટીમને પણ પ્રવાસ પર જવાનું હતુ અને તેમને પણ બે ટી 20 અને ત્રણ વનડે રમવાની હતી.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વર્તમાન સંજોગોમાં તે વધુ મહત્વનું બની જાય છે. અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં મુસાફરી કરવાની ચિંતા વધી રહી છે અને અમારું માનવું છે કે ત્યાં જવાથી ખેલાડીઓ પર દબાણ વધશે. ખેલાડીઓ પહેલેથી જ કોરોના નિયમોને કારણે લડી રહ્યા છે. અમારી પુરુષ ટી 20 ટીમમાં બીજી સમસ્યા છે. અમને લાગે છે કે આ પરિસ્થિતિઓમાં પ્રવાસ આઈસીસીટી 20 વર્લ્ડ કપ માટે આદર્શ તૈયારી નહીં હોય જે 2021માં અમારા માટે પ્રાથમિકતા છે.

ઈંગ્લેન્ડે તેના નિર્ણય માટે દુખ વ્યક્ત કર્યું છે અને આવતા વર્ષે પ્રવાસ કરવાની વાત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે સમજીએ છીએ કે આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ  માટે ભારે નિરાશા લાવશે.