Site icon Revoi.in

સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા 2 વર્ષમાં 150 યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ પર મૂક્યો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- ભારત દેશમાં ચાલતી ભારત વિરુદ્ધની કેટવીક યુ ટ્યુબ ચેનલો અને વેબસાઈટ અત્યાર સુધી બેન કરવામાં આવી છએ ત્યારે હવે આ બબાતે સૂચના અને માહિતી પ્રાસરણ મંત્રાલયે આ  મોટી કાર્યવાહી કરતા કહ્યું કે 150 થી વધુ વેબસાઇટ્સ અને યુટ્યુબ આધારિત ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

જાણકારી પ્રમાણે 2021થી ચાલી રહેલી આ પ્રકારની સામગ્રી વાળી વેબસાઈટ પર પ્રતિબંધ મૂકવા અંગે મંત્રાલયનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે છેલ્લા 2 વર્ષથી આ પ્લેટફોર્મ પર ભારત વિરોધી કન્ટેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું હતું.જેના રુપે આવી ચેનલો બેન કરવામાં આવી છે જે ભારતના હિતમાં છે.

એક મીડિયા એહવાલ મુજબ સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘ભારત વિરોધી’ સામગ્રી બનાવવા માટે છેલ્લા 2 વર્ષમાં 150 થી વધુ વેબસાઇટ્સ અને યુટ્યુબ આધારિત ન્યૂઝ ચેનલોને હટાવી દેવામાં આવી છે

આ સાથે જ જણાવાયું છે કે આ યુટ્યુબ ચેનલો કે જેના 12.1 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા અને કુલ 1324.26 મિલિયનથી વધુ જોવાયા હતા. જે ચેનલોને હટાવવામાં આવી છે તેમાં ખબર વિથ ફેક્ટ્સ, ખબર તાઈઝ, ઈન્ફોર્મેશન હબ, ફ્લેશ નાઉ, મેરા પાકિસ્તાન, હકીકત કી દુનિયા અને અપની દુનિયાના નામ સામેલ છે.

માહિતી અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલયે 25 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ બનાવેલા નવા IT નિયમો હેઠળ ખોટી માહિતી ફેલાવવા અને દેશની સાર્વભૌમત્વને જોખમમાં મૂકવા બદલ યુટ્યુબ ચેનલોને પ્લેટફોર્મ પરથી દૂર કરવા માટે સમયાંતરે આદેશો જારી કર્યા છે.માહિતી અને પ્રસારણ મંત્રાલય સમયાંતરે ઘણી યુટ્યુબ ચેનલોને ભારતની સાર્વભૌમત્વને જોખમમાં મૂકતા ખોટા સમાચાર અને સામગ્રી રજૂ ન કરવાની ચેતવણી પણ આપે છે,આ  કારણે મંત્રાલયે હવે એક મોટો નિર્ણય લીધો છે અને આવી ચેનલોને હટાવી દીધી છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.