Site icon Revoi.in

તાંબાના વાસણમાં પાણી પીવાના ચમત્કારિક ફાયદા- વાત, કફ અને પિત્તનો નાશ થાય છે

Social Share

વર્ષોથી આપણે સાંભળતા આવીયે છીએ કે તાંબાના વાસણમાં પાણી રાખીને પીવાથી અનેક ફાયદાઓ થાય છે, પરંતુ શુ ફાયદા થાય છે તે કદાચ ઘણા લોકો નહી જાણતા હોઈ, આજે આપણે તાંબાના વાસણમાં પાણી પીવાથી થયા ફાયદાઓ વિશે વાત કરીશું,.

આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. આ પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

આ વાસણમાં રાતે પાણી રહેવા દેવું અને તે પાણી સવારે ખાલી પેટે પીવાથી  વાત, કફ અને પિત્ત  જેવી સમસ્યામાંથી છૂટકારો આપે છે, તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. અને એનેક રોગોનો પગ પેસારો થાય છે, જો તમારે શરિરમાં રોગનો પ્રેવશ થતા અટકાવવો હોય તો આજથી જ તાંબાના વાસમનું પાણી પીવાનું શરુ કરી દો.

કોપરની પ્રકૃતિને ઓલિગોડાયનેમિકના એટલે કે શુદ્ધ ગુજરાતીમાં જો કહીએ તો બેક્ટેરીયા પર ધાતુઓના સ્ટરલાઈઝનો પ્રભાવ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રાખેલા પાણીના નિયમિત સેવનથી શરીરમાં રહેલાં બેક્ટેરીયાનો સરળતાથી નાશ કરી શકાય છે. સાથે જ ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુઓનો પણ નાશ કરે છે.

કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ પર કાબુ મેળવી શકાય છે

સાહીન-