Site icon Revoi.in

કોરોનામાંથી સ્વસ્થ થનારાની સંખ્યા થઈ બમણી – 24 કલાકમાં સામે આવ્યા 16,051 નવા કેસ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ગતિ ઘીમી પડી ચૂકી છે, જેને કારણે હવે પ્રતિબંધો પણ હળવા થવા લાગ્યા છએ, દેશના ઘણા રાજ્યોએ શાળાઓ સંપૂર્ણ ખોલવાનો નિર્ણય લી લીધો છે, તેની પાછળનું કારણ એ જ છે કે હવે દૈનિક નોંધાતા કેસો સતત ઘટી રહ્યા છે

જો છેલ્લા 24 કલવાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 20 હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે, માત્ર 16 હજાર 51 નવા કેસ સામે આવ્યા છે,.આ સાથે જ કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા કેસ કરતા બમણી જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 37 હજાર 901 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા બમણા છે. દેશમાં દૈનિક સકારાત્મકતા દર હવે ઘટીને રેકોર્ડ 1.93 ટકા પર આવી ગયો છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર હવે ઘટીને 2.12 ટકા પર આવી ગયો છે.

આજે નોંધાયેલા કેસની જો વાત કરીએ તો તે ગઈકાલ ની સરખામણી કરતા 19.6 ટકા ઓછા જોવા મળ્યા છે.છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કારણે કુલ 206 લોકોના મોત પણ થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાો મુજબ દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે ઘટીને 2 લાખ 2 હજાર 131 પર આવી ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 0.47 ટકા જોવા મળી રહ્યા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 98.33 ટકા થઈ ગયો છે.