Site icon Revoi.in

સરદાર સરોવર યોજનાના ભાગીદાર રાજ્યો પાસે રૂ. 7000 કરોડ બાકી, મધ્યપ્રદેશ સૌથી મોખરે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનો લાભ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળી રહ્યો છે. સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટમાં ભાગ લેનારા રાજ્યોએ હજુ સુધી ગુજરાતને રૂ. 7,000 કરોડથી વધુ ચૂકવવાના બાકી છે, જ્યાં નર્મદા નદી પરનો ડેમ આવેલો છે તે 3 રાજયોને ફાયદાકારક છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.

ગુજરાત ઉપરાંત, અન્ય ત્રણ સહભાગી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય નિરંજન પટેલના પ્રશ્નના જવાબમાં, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું હતું કે રાજ્યને અન્ય ત્રણ સહભાગી રાજ્યો પાસેથી મૂડી શેર ખર્ચ, સંચાલન અને જાળવણી ખર્ચ પેટે રૂ. 7,225.10 કરોડ વસૂલવાના બાકી છે. જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશ પાસે રૂ. 4,953.42 કરોડ બાકી છે, ત્યારબાદ મહારાષ્ટ્ર રૂ. 1,715.67 કરોડ અને રાજસ્થાન રૂ. 556.01 કરોડ બાકી છે. નર્મદા પોર્ટફોલિયો ધરાવતા મુખ્યમંત્રીએ લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે,  મહારાષ્ટ્રે છેલ્લા બે વર્ષમાં 38.16 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે રાજસ્થાને 12.41 કરોડ રૂપિયા આપ્યા છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકારે આ સમયગાળા દરમિયાન કંઈપણ ચૂકવ્યું નથી. પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ત્રણ રાજ્યો પાસેથી લેણાં વસૂલવા માટે ઓક્ટોબર 2021 અને જાન્યુઆરી 2022માં બેઠકોમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લેણાં ચૂકવવા માટે સતત પત્ર લખવામાં આવી રહ્યો છે

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દાના વહેલા ઉકેલ માટે ગુજરાત દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવ્યા બાદ ભાગ લેનાર ચારેય રાજ્યોના પ્રતિનિધિઓનો સમાવેશ કરતી સમિતિ અને પેટા જૂથ સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ અન્ય ત્રણ રાજ્યોના વિવિધ સંબંધિત અધિકારીઓને દર મહિને પત્રો લખીને બાકી રકમ ચૂકવવા માટે કહે છે

Exit mobile version