Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ભવન 23 થી 29 જાન્યુઆરી સુધી જનતા માટે બંધ રહેશે

Social Share

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની-2024ને કારણે, 23 થી 29 જાન્યુઆરી સુધી રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત સામાન્ય જનતા માટે બંધ રહેશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી.

અગાઉ, રાષ્ટ્રપતિ ભવને પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમનીના રિહર્સલને કારણે 13 થી 27 જાન્યુઆરી વચ્ચે દર શનિવારે યોજાનારા ઔપચારિક ચેન્જ ઓફ ગાર્ડ સમારોહને મુલતવી રાખવાની નોટિસ પણ જારી કરી છે. આ વિધિ એક સૈન્ય પરંપરા છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડને સમયાંતરે બદલવામાં આવે છે.

રાયસીના હિલ્સ પર સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં દર શનિવારે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાય છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને કારણે 13, 20 અને 27 જાન્યુઆરીએ કોઈ ચેન્જ ઓફ ગાર્ડ સમારંભ થશે નહીં. આ વખતે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારત આવશે.