Site icon Revoi.in

ઘરેલું રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો,લોકો પરેશાન

Social Share

મુંબઈ :સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વખત ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ બિન-સબસિડી વગરના 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર 859.5 રૂપિયા થઈ ગયું છે. જ્યારે અગાઉ તેને 834.50 રૂપિયામાં મળતા હતા. આ પહેલા 1 જુલાઈએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં IOC એ 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો હતો. આ સમય દરમિયાન કંપનીએ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી.

દિલ્હીમાં સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયાથી વધીને 859.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકતામાં LPG સિલિન્ડરની કિંમત હવે 886 રૂપિયા છે. મુંબઈમાં સિલિન્ડર માટે 834.5 ને બદલે 859.5 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં સિલિન્ડર માટે ગ્રાહકોએ 850.50 ને બદલે 875.5 રૂપિયા ચૂકવવા પડશે.

જો કે દેશમાં પ્રોપર્ટી, પેટ્રોલ તો ક્યારેક શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ જાય છે. દરેક ક્ષેત્રે વધતી મોંધવારીના કારણે સામાન્ય જનતા હેરાન પરેશાન છે અને રાહત મળે તેવી આશા પણ રાખી રહી છે.