Site icon Revoi.in

છોટાઉદેપુરમાં કોરોના રસીકરણ કેમ્પની છત તુટી, બે વ્યક્તિઓને ઈજા

Social Share

અમદાવાદઃ સમગ્ર દેશમાં 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ હોસ્પિટલો સહિત 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. છોટાઉદેપુરના ગાંધીનગર ગામની શાળામાં રસીકરણ ચાલી રહ્યું હતું. દરમિયાન છત તુટી પડતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, છત ફાઈબરની હોવાતી મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આ બનાવમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાના ગાંધીનગર ગામમાં આવેલી શાળાના ઓરડામાં રસીકરણ કેન્દ્ર શરૂ કરાયું હતું. તેમજ ગ્રામજનો કોરોનાની રસી લેવા મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી પડતા 7 લાભાર્થીઓ સહીત કોરોના વોરિયર્સ દબાઈ ગયા હતા. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ છત નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. છત ફાઈબરની હોવાથી કોઈને જાનહાની થઇ નથી. બે વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.

ઓરડાની છત તુટી પડતા થોડા સમય માટે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. જો થોડા સમય બાદ નજીકની આંગણવાડી રસીકરણની કામગીરી શરૂ કરાઈ હતી. આ ઓરડામાં ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામગીરી બંધ છે.