Site icon Revoi.in

રશિયાની આ એરલાઈન્સ કંપનીએ કર્યું એલાન- 8 માર્ચથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ કરશે બંઘ

Social Share

 

દિલ્હીઃ-  છેલ્લા 9 દિવસથી સતત રશિયા યુક્કરેન પર હુમલો કરી રહ્યું છે વિશઅવભરના દેશો રશિયાના આ વલણની નિંદા કરી રહ્યા છે ત્યારે રશિયાએ પણ સોશિયલ મીડિયા સહીતના પ્લેટફઓર્મ પર પ્રતિબંધ લાગવી દી ધો છે આવી સ્થિતિમાં યુક્રેનના ઘણા શહેરો હજી પણ રશિયન સૈન્યના નિયંત્રણની બહાર છે.

જો કે હવે આ સમગ્ર સ્થિતિથી યુએસ અને નાટો અધિકારીઓને ડર છે કે જ્યાં સુધી બધા યુક્રેન પ આત્મસમર્પણ નહીં કરે ત્યાં સુધી રશિયા અહીના શહેરો પર બોમ્બમારો કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાના હવાઈ હુમલાને કારણે આવનારા દિવસોમાં નાગરિકોના મૃત્યુઆંકમાં વધુ વધારો થઈ શકે છે

ઉલ્લેખનીય છે કે અગાઉ નાટોએ ખુદ યુક્રેનના હવાઈ માર્ગને નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. રશિયા અને યુક્રેને યુદ્ધવિરામ જાહેર કર્યો છે અને મારિયુપોલ અને વોલ્નોવાખામાંથી નાગરિકોને બહાર કાઢવા માટે માનવતાવાદી કોરિડોર ખોલ્યા છે.

જો કે હવે  રશિયાના મોસ્કો ટાઈમ્સના અહેવાલ મુજબ, રશિયન ધ્વજ વાહક એરોફ્લોટે 8 માર્ચથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરોફ્લોટ એ રશિયાની સૌથી મોટી એરલાઇન છે.ત્યારે હવે તે પોતાની ઉડાન પર પ્રતિબંધ લગાવશે,

 

 

Exit mobile version