Site icon Revoi.in

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી તરંગ – મધ્યપ્રદેશ અને પંજાબ રસીકરણના મામલે પાછળ

Social Share

દિલ્હી- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર હવે દેશના અનેક રાજ્યો સુધી પહોંચી ચૂકી છે,તો બીજી તરફ મધ્યપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યો રસીકરણના મામલે ખૂબ જ પાછળ જોવા મળી રહ્યા છે.

વિતેલા દિવસને  સોમવારે રેટિંગ એજન્સી ક્રિસિલની અધ્યયન સંસ્થાએ આ રિપોર્ટ જાહેર કરતાં કહ્યું કે 11 એપ્રિલ સુધીમાં દેશના 66 ટકા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જોવા મળ્યા છે. ગયા અઠવાડિયે આ આંકડો 75 ટકા હતો.

આ આંકડાઓ હવે એ સૂચવી રહ્યા છે કે, નવા રાજ્યો પણ હવે કોરોના સંક્રમણણની બીજી તરંગની લપેટમાં  આવી રહ્યા છે. આ અભ્યાસ પ્રમાણએ કોરોના ટેસ્ટમાં વધારો નવા કેસની વધતી જતી સંખ્યા માટેનું એક મોટૂ કારણ પણ હોઈ શકે છે. પરંતુ આ વખતે, કુલ તપાસના કોરોના ગ્રસ્ત લોકોમાંથી 10.6 ટકા લોકો સંક્રમિત જોવા મળી રહ્યા છે, જ્યારે સપ્ટેમ્બર 2020 માં આ સંખ્યા છેલ્લી વખત 6.4 ટકા નોંધાઈ હતી.

રિપોર્ટ પ્રમાણે બીજી તરંગથી વધુ અસરગ્રસ્ત નવા રાજ્યોમાં ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થયો છે. જો કે, અહીં રસીકરણ પણ સૌથી વધુ રહ્યું છે. બીજી તરફ, પંજાબ અને મધ્યપ્રદેશ રસીકરણના મામલે ઘણું પાછળ જોવા મળે છે.

મુંબઇ, બેંગ્લુરુ, અમદાવાદ વગેરે સ્થળોએ ટ્રાફિક ઓછો થઈ રહ્યો છે, કેટલીક જગ્યાએ તે ગયા વર્ષે એપ્રિલના સ્તરે પહોંચ્યું છે. વિદેશી સ્ટોક બ્રોકર કંપની બાર્કલેઝનું માનવું  છે કે જો ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા મહારાષ્ટ્રનું સપ્તાહમાં લોકડાઉન આવતા બે મહિના સુધી ચાલુ રહે તો તે જીડીપીના 0.2 ટકા નુકાશન રહેશે,બાર્કલેઝ હાલમાં માને છે કે જીડીપી લગભગ 11 ટકાની આસપાસ હોઈ શકે છે.

સાહિન-