Site icon Revoi.in

અમેરિકામાં કોરોનાની બીજી તરંગ – માત્ર એક દિવસમાં જ બે લાખ કેસ સામે આવ્યા

Social Share

 

વૉશિંગ્ટન – અમેરીકામાં કોરોનાનો કહેર વકર્યો છે, સતત વધી રહેલા કોરોનાના કેસ વિશ્વની મહાસત્તા માટે પડકારરુપ સાબિત થઈ રહ્યા છે, હાલ ઈલેક્શન તો નરમ પડ્યું છે પણ તેની સામે કોરોનાનો રાફળો ફાટ્યો છે, છેલ્લા 24 કલાકમાં જ અમેરિકામાં કુલ 2 લાખ  કેસ નોંધાયા છે, આ બાબતે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ માટે એક પડકાર છે.

આ સાથે જ અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, અત્યાર સુધી કુલ અહીં 10 કરોડ 55 લાખ 9 હજારથી પણ વધુ કેસની સંખ્યા જોવા મળી છે. દિવસેને દિવસે અહી કોરોનાના કેસ વધતા જ જઈ રહ્યા છે, સંક્રમણ ઓછુ થવાને બદલે વધેલું જોઈ શકાય છે.

વર્લ્ડો મીટર વેબસાઇટ પર રજુ કરાયેલા એક એહવાલ પ્રમાણે ,કોરોનાના વાયરસના કારણે અત્યાર સુધી 2 લાખ 45 હજાર 799 લોકો મોતને ભેટ્યા છે.તેની સામે એક સકારાત્મક વાત એ પણ છે કે અહીં અત્યાર સુધીમાં 66 લાખથી પણ વધુ લોકોએ કોરોનાને માત આપી છે, હાલ અમેરિકામાં 37 લાખ 12 હજાર 54 એક્ટિવ કેસ છે કે જેઓની હોસ્પિટલ અને ઘરે  સારવાર ચાલી રહી છે.

આ સમગ્ર પરિસ્થિતિને જોતા એમ ચોક્કસ કહવું રહ્યું કે અમેરીકામાં કોરોનાની આ બીજી તરુંગ છે જે ઠંડીની સિઝન આવતાની સાથે જ કોરોનાના કેસમાં હજુ પણ વધારો કરી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થા એ પણ અમેરિકામાં વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાની બીજી તંરગ માટે ચિંતા વ્યક્ત કરી હતી.

સાહીન-