Site icon Revoi.in

‘તારક મહેતા’ શોના જેઠાલાલને ફાઈનલી મળી ગઈ દયા…..આ રિયાલિટી શો માં જોવા મળશે દયાભાભી સહીતની સ્ટાર કાસ્ટ

Social Share

સોની સબ પર પ્રસારીત થતી તારક મહેતા કા ઉલટા ચશ્મા… શો ખુબ જ લોક પ્રિય શો છે, છેલ્લા 12 વર્ષથી લોકોને મનોરંજન કરાવી રહ્યો છે,નાનાથી મોટા દરેક લોકો આ શોને ખુબ જ પસંદ કરી રહ્યા છે, જો કે આ શોની ખાસ કલાકાર એટલે કે જેઠાલાલની દયા, જી હા દયા ભાભી છેલ્લા 3 વર્ષથી આ શોમાંથી બહાર છે,જો કે આ બાબતને લઈને શોની ટીઆરપી પર ખાસ ફરક તો નથી જ પડ્યો પરંતુ દયાભાભીને દર્શકો ખથુબ જ મીસ કરી રહ્યા છે.

તારક મહેતા શોમાં દયા ભાભીનો રોલ પ્લે કરનાર અભિનેત્રી દિશા વાકાણી જ્યારથી માતા બનવાના હતા ત્યારથી આ શોમાં જોવા મળ્યા નથી, જો કે જેઠાલાલની દયા ગયા બાદ દર્શકોને એમ હતું કે દયાભાભી પાછા આવશે કે નહી ,જો કે લાંબા સમય બાદ દર્શકોના ઈન્તઝારનો અંત આવ્યો છે, જી હા ફાઈનલી જેઠાલાલને દયાભાભી મળી ગયા છે,જો કે દયાભાભી  તારક મહેતાના શો માં નહી પરંતુ ડાન્સના એક રિયોલીટી શોમાં જેઠાલાલ સાથે જોવા મળશે.

https://www.instagram.com/sonytvofficial/?utm_source=ig_embed

રિયાલિટી ડાન્સ શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર રિયલ દયાભાભી જેઠાલાલ સગહીતની સ્ટાર કાસ્ટ જોવા મળશે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ આ વીકએન્ડ પર આ શોમાં ધમાકેદાર એન્ટ્રી કરતી જોવા મળશે.

સાહીન-

Exit mobile version