Site icon Revoi.in

ઓનલાઈન જુગારની રમતો પર આ રાજ્યએ લગાવી રોક – બે વર્ષ જેલ અને 10 હજાર રુપિયાના દંડની જોગવાઈ

Social Share

દિલ્હીઃ-સાયબર જગતમાં ઝડપથી વિકસી રહેલા ઓનલાઇન જુગારને રોકવા માટે  ગુરુવારના રોજ તામિલનાડુ વિધાનસભામાંએક ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડામાં રમ્મી, પોકર વગેરે જુગાર વાળી રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. તેમાં સંડોવાયેલા લોકો પર બે વર્ષની કેદ અને 10 હજાર દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે.

આ રજુ કરવામાં આવેલા બિલ મુજબ, કોઈપણ વ્યક્તિને આ ઓનલાઇન રમતોમાં દાવ લગાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ રમતો કમ્પ્યુટર, મોબાઇલ ફોન્સ અને અન્ય ઉપકરણો પર રમવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, જૂથ, કંપની, પેઢી વગેરેને આવી રમતોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બિલમાં, તે ઓsનલાઇન રમતોને જુગાર માનવામાં આવ્યો છે, જે ‘ગેમ ઓફ સ્કિલ’ તરીકે અત્યાર સુધીમાં પૈસાની શરત લગાવવામાં આવી રહી છે.

ખાસ વાત એ છે કે આ બિલમાં લોટરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ફક્ત ઓનલાઇન રમતોને શામેલ કરવામાં આવી છે. બિલ પહેલા આવેલા પૂર્વ-અધ્યાદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ રમતો ઝડપથી વિકસૂ રહી છે અને લોકો તેમની લત લાગી રહી છે.

આ લતની ઝપેટમાં આવીને નિર્દોષ લોકો સાથે છગાઈ થઈ રહી છે  બિલમાં તમિલનાડુ ગેમિંગ એક્ટ 1930, ચેન્નાઇ સિટી પોલીસ એક્ટ 1888 અને તમિલનાડુ ડિસ્ટ્રિક્ટ પોલીસ એક્ટ 1859 દ્વારા સુધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજકાલ ઓનલાઈન રમી જેવી પત્તાઓની ગેમમાં લોકો પાગલ થઈ રહ્યા છએ ત્યારે આ રાજ્ય સરકારે આ બિલ રજુ કરીને લોકોને આ લતમાંથી બહાર નીકળવાનો રસ્તો બનાવ્યો છે

સાહિન-