Site icon Revoi.in

હવે રાજ્યમાં દરિયાના મોજામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવશે – આ કંપની તે માટેની કવાયત હાથ ધરી

Social Share

અમદાવાદ – આપણો દેશ ઉર્જા ક્ષેત્ર વિશ્વમાં મહત્વનું સ્થાન ઘરાવે છે, ત્યારે હવે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્રારા એક મહત્વનું કાર્ય હાથ ધરવામાં આવશે, જે પ્રમાણે સરકારને ખૂબ ફાયદો થશે. આ કંપની હવે દરિયાના મોજામાંથી વિજળી ઇત્પન્ન કરવાની કવાયકત હાથ ધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જીપીસીએલ એ તેના આખરી નાણાકીય વર્ષમાં 67.45 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો જે તેના આગલા વર્ષની સરખામણીમાં 10 કરોડ વધારો દર્શાવે છે, હવે કંપનીએ સોલાર બાદ દરિયાના ઉછળતા મોજામાંથી વીજ પાવર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન બનાવ્યું છે.

ઉલ્લખએનયી છે કે જીપીસીએલ હાલમાં ભાવનગરમાં લિગ્નાઇટ આધારિત 500 મેગાવોટનો વીજ પ્રોજેક્ટ ધરાવે છે. આ કંપનીએ પોતાની સૌર અને પવન ઉર્જાના પ્લાન્ટ ઘણા બધા સ્થાપિત કર્યા છે. કંપનીએ શિકરપુરમાં 6 મેગાવોટની વિન્ડમિલની સ્થાપના પણ કરી ચૂકી છે.જમનવાડામાં 10.5 મેગાવોટ તેમજ ચારણકામાં 4.2 મેગાવોટની વિન્ડ મિલની યોજના પણ બનાવી છે.ત્યારે હવે આ સમગ્ર પ્રોજેક્ટમાંથી નફો કર્યા બાદ કંપની કંપનીએ સમુદ્રના મોજાં આધારિત વીજળીનો પ્રોજેક્ટ પર કાર્ય હાથ ધર્યું છે,

રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ જીપીસીએલને આ યોજના માટે નોડલ એજન્સી તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કલ્પસર તેમજ સૌરાષ્ટ્ર દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાપવાની જાહેરાત કરાઈ છે.

સાહિન-