Site icon Revoi.in

ભારતીય વાયુ સેનામાં જોવા મળી મહિલાઓની શક્તિ – અરબી સમુદ્ર પર સર્વેલન્સ મિશન કર્યુ પુરુ

Social Share

 

દિલ્હીઃ- હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે બદલતા સમયની સાથે સાથે મહિલાઓ પુરુષ સમોવડી બની છે હવે દેશની સેનાઓ પણ મહિલાઓને સ્થાન મળી રહ્યું છે એટલું જ નહી મનહિલાઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવીને ઈતિહાસ રચવામાં સફળ બની રહી છે. ત્યારે ભારતીય નૌસેનામાં મહિલાઓએ એક મિશન પુરુ પાડીને ઈતિહાસ રચ્યો છે.

 આ ઐતિહાસિક ઉડાન માટે પાંચ મહિલા અધિકારીઓએ મહિનાઓ સુધી ગ્રાઉન્ડ ટ્રેનિંગ અને બ્રીફિંગ્સમાંથી  પસાર થવું પડ્યું હતું  IANS 314 એ ભારતીય નૌકાદળની ફ્રન્ટલાઈન નેવલ એર સ્ક્વોડ્રન છે જ્યાંથી ડોર્નિયર 228 મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ અરબી સમુદ્રનું સંચાલન અને દેખરેખ કરે છે. હાલમાં સ્ક્વોડ્રનની કમાન કમાન્ડર એસ કે ગોયલના હાથમાં છે.

નૌકાદળની મહિલા પાઈલટોએ દરિયાઈ સરહદોની સુરક્ષામાં પોતાની તાકાત બતાવી છે. ભારતીય નૌકાદળના બે પાયલોટ સહિત પાંચ મહિલા અધિકારીઓએ ડોર્નિયર એરક્રાફ્ટથી અરબી સમુદ્ર પર નજર રાખવાનું મિશન પૂર્ણ કર્યું છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન ફ્લાઈટમાં કોઈ પુરુષ સાથી હાજર નહોતો.તનમામે તમામ મહિલાઓ દ્રારા આ મિશવ પુરુ પાડવાનાં  સફળતા મળી છે.

જાણો કઈ કઈ  મહિલાઓનો નામનો સમાવેશ

ભારતીય નૌસેનાના પ્રવક્તા, કમાન્ડર વિવેક માધવાલે આ બબાતે કેટલીક માહિતી આપી છે જે પ્રમાણે  ગુજરાતના પોરબંદર ખાતે INS 314 નેવલ સ્ક્વોડ્રનથી ઉત્તર અરબી સમુદ્રમાં મેરીટાઇમ રિકોનિસન્સ અને સર્વેલન્સ મિશન પૂર્ણ કરનાર પાંચ મહિલા અધિકારીઓમાં બે પાઇલટ, લેફ્ટનન્ટ શિવાંગી અને લેફ્ટનન્ટ અપૂર્વ ગીતેનો સમાવેશ થાય છે.આ ફ્લાઇટના મિશન કમાન્ડર લેફ્ટનન્ટ કમાન્ડર આંચલ શર્મા હતા. આ મિશનના ટેક્ટિકલ અને સેન્સર ઓફિસર લેફ્ટનન્ટ પૂજા પાંડે અને સબ-લેફ્ટનન્ટ પૂજા શેખાવતનો સમાવેશ થાય છે

ઉલ્લેખનીય છે કે  અગ્નિપથ યોજનામાં મહિલાઓની 82 હજારથી પણ વધુ અરજીઓ આવી છે જેના પરથી એ સાબિત થાય છે કે મહિલાઓ પણ દેશની સુરક્ષામાં પોતાનો ફાળો આપવા તત્તપર જોવા મળી રહી છે. આ સહીત આ યોજના હેઠળ હવે મહિલાઓને નાવિક બનવાની તક પણ આપવામાં આવશે. અત્યાર સુધી નેવીમાં મહિલાઓને ઓફિસર-ક્લાસમાં જ પસંદ કરી શકાતી હતી. અગ્નિપથ યોજનાના નેવીમાં અગ્નિવીરની પ્રથમ 3 હજાર જગ્યામાંથી 20 ટકા મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.