Site icon Revoi.in

સુપ્રિમ કોર્ટે પશ્વિમ બંગાળમાં ફિલ્મ ઘ કેરળ સ્ટોરી પર લગાલેવો પ્રતિબંધ હટાવ્યો

Social Share

કોલકાતા- ફઇલ્મ ઘ કેરળ સ્ટોરી નું જ્યારથઈ ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું હતુ ત્યારથી જ ફિલ્મ ચર્ચામામં હતી, 5 મેના રોજ ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ કેટલાક રાજ્યોએ ફિલ્મના સપોર્ટમાં ફિલ્મને કર મૂક્ત જાહેર કરી તો વળી પશ્વિમબંગાળની સરકારે આ ફિલ્મને રાજ્યમાં બેન કરી હતી.જોકે હવે પશ્વિમબંગાળમાંથી આ ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.

જાણકારી પ્રમાણે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ સાથે તમિલનાડુને પણ સૂચના આપવામાં આવી છે કે સરકાર સિનેમાઘરોમાં ફિલ્મ જોનારાઓને પૂરતી સુરક્ષા પ્રદાન કરવામાં આવે.

આ સાથે જ આ ફિલ્મના નિર્માતાએ એ પણ સ્વીકાર્યું કે 32 હજાર મહિલાઓનો ડેટા પ્રમાણિત નથી. નિર્માતા દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ 20 મે સુધીમાં અસ્વીકરણ આપશે કે 32,000 મહિલાઓના ડેટા માટે કોઈ પ્રમાણિત વેરિફાઈડ ડેટા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં એક ડિસ્ક્લેમર મૂકવો પડશે કે આ આકંડોઓ ચોક્કસ નથી તેમ જણાવ્યું છે.

સીજેઆઈએ પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું કે આ ફિલ્મ દેશમાં દરેક જગ્યાએ રિલીઝ થઈ ગઈ છે. શક્તિનો ઉપયોગ પ્રમાણસર થવો જોઈએ. તમે લાગણીઓના જાહેર પ્રદર્શન પર આધારિત સ્વતંત્ર ભાષણના મૂળભૂત અધિકારને ન બનાવી શકો

ઉલ્લેખનીય છે કે  સુપ્રીમ કોર્ટે પ્રતિબંધને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. CJI ચંદ્રચુડે કહ્યું, કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની ફરજ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્યની સકારાત્મક જવાબદારી છે. રમતગમત કે કાર્ટૂન બતાવવા સિવાયના નિયમોનો ઉપયોગ લોકોની સહિષ્ણુતા પર થોપવા માટે કરી શકાતો નથી.