Site icon Revoi.in

તાલિબાન વધારી રહ્યું છે તકલીફ,ચૂંટણી સંસ્થાને જ કરશે બંધ

Social Share

દિલ્હી: તાલિબાનનું જે રીતે અત્યારે અફ્ઘાનિસ્તાનમાં રાજ ચાલી રહ્યું છે તે હવે દિવસે ને દિવસે લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે કારણ કે તાલિબાન રોજ નવા નવા કાંઈક ને કાંઈક નિયમો બનાવીને લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. હવે તાલિબાન દ્વારા એવું કરવામાં આવ્યું છે કે જે બાદ અફ્ઘાનિસ્તાનના નાગરિકો માટે તેમનું ઈલેક્શન કાર્ડ કોઈ કામનું રહેશે નહી.

જાણકારી અનુસાર તાલિબાન સરકારે સંસદીય બાબતોના મંત્રાલય, શાંતિ બાબતોના મંત્રાલય, સ્વતંત્ર ચૂંટણી પંચ અને સ્વતંત્ર ચૂંટણી ફરિયાદ કમિશન સહિત કેટલાક મંત્રાલયો અને ચૂંટણી સંસ્થાઓને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.

તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તેમની જરૂર નથી. તે જ સમયે કહ્યું છે કે, સ્વતંત્ર માનવ અધિકાર આયોગ નવા નામથી પોતાનું કામ ફરી શરૂ કરશે. તાલિબાને તમામ મંત્રાલયો અને કમિશનના કર્મચારીઓને પગાર ચૂકવવાનો અને તેમની સ્થિતિ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

રિપોર્ટ અનુસાર તાલિબાને આ તમામ કામ પૂર્ણ કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. આ ઉપરાંત, તાલિબાન ભૂતપૂર્વ સેનેટ અને સંસદના સચિવાલયો રાખવા માટે સંમત થયા છે. ઉપરાંત, તે બે અઠવાડિયામાં સચિવોના કર્મચારીઓની ઓળખ અને નિમણૂક કરવાનો સીધો નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાન સરકારે અગાઉ મહિલા બાબતોના મંત્રાલયને નાબૂદ કરી દીધું હતું અને તેના સ્થાને સદ્ગુણ અને પ્રચાર મંત્રાલયને સ્થાન આપ્યું હતું. તાલિબાન શાસનમાં મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન ચાલુ હોવાનું સામે આવ્યું છે.

Exit mobile version