Site icon Revoi.in

અફ્ઘાનિસ્તાનમાં અમેરિકન આર્મી સાથે કામ કરનારા નાગરિકોને તાલિબાને આપી ધમકી

Social Share

દિલ્લી: અફ્ધાનિસ્તાનમાંથી અમેરિકા પોતાનું સૈન્ય પરત બોલાવી રહ્યું છે તે વાતથી સૌ કોઈ જાણકાર છે. આ વાતથી હાલ તાલિબાનમાં તો ખુશીની લહેર હશે પરંતુ લોકલ અફ્ઘાનિસ્તાનીઓમાં ડરનો પણ માહોલ છે. કારણ છે કે તાલિબાન દ્વારા હવે લોકલ અફ્ઘાનિસ્તાનના લોકોને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.

તાલિબાન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે અમેરિકા સાથ છોડી દેશે પછી તમને કોણ બચાવશે? ‘તમારા સાવકા ભાઈઓ જઈ રહ્યા છે. જોઈએ, હવે તમને કોણ બચાવે છે’ જે અફઘાનિસ્તાની નાગરિકોએ અમેરિકન સૈન્ય સાથે કોઈને કોઈ રીતે કામ કર્યું હતું, તેમને હવે તાલિબાનીઓએ હેરાન કરવાનું શરૂ કર્યું છે. એક અફ્ઘાન નાગરિક અયાજુદ્દીન હિલાલે અમેરિકન સૈન્ય માટે ૨૦ વર્ષ સુધી ટ્રાન્સલેટર તરીકે કામ કર્યું હતું. એ અફ્ઘાન નાગરિકે કહ્યું હતું કે હવે તાલિબાનીઓએ તેમને ધમકી આપવાનું શરુ કર્યું છે. તાલિબાની આતંકવાદીઓએ ધમકાવતા કહ્યું હતું કે હવે તમારા સાવકા ભાઈઓ જતા રહેશે. એ પછી તમારી સુરક્ષાની જવાબદારી કોણ લેશે?

અમેરિકન સૈન્ય સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા તમામ લોકો ઉપર મોતનો પડછાયો મંડરાઈ રહ્યો છે. તાલિબાની આતંકવાદીઓ આવા હજારો લોકોને નિશાન બનાવશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે. અમેરિકા ઉપરાંત નાટો સૈન્ય માટે કામ કરનારા હજારો અફઘાનિસ્તાની નાગરિકો આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આવા લોકોને ધમકીઓ મળવાનું શરૂ થઈ ચૂક્યું છે.

આવા અસંખ્ય લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જેવું અમેરિકન સૈન્ય પાછું ફરશે કે આ તાલિબાની આતંકવાદીઓ તેમનો અને તેમના પરિવારનો વિનાશ કરી દેશે.

જોકે, અમેરિકાએ આવા લોકો માટે ખાસ વિઝા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. પરંતુ એ પ્રક્રિયા ઘણી લાંબી હોવાથી તુરંત અમેરિકામાં પ્રવેશ મળી શકશે નહીં. વળી, જે અફઘાન નાગરિકો અમેરિકા માટે કાર્યરત હતા, એ તમામ આવી રીતે વતન છોડીને જવા સક્ષમ નથી. અમેરિકામાં જઈને શું કરવું તે એમના માટે મોટો સવાલ છે.

૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં ૩૦૦ કરતાં વધુ અફ્ઘાન નાગરિકોની તાલિબાની આતંકવાદીઓએ હત્યા કરી છે જે અમેરિકા માટે કામ કરતા હતા. આ તમામ અમેરિકા કે નાટો માટે કામ કરતા હતા.

Exit mobile version