- કેંટના બેન્ટિંગ કોચ બન્યા ડસખાટ
- 2 વખત IPL જીતનાર ક્રિકેટર
- T20 વર્લ્ડ કપ પછી લીધો હતો સંન્યાસ
મુંબઈ:નેધરલેન્ડના ક્રિકેટર રયાન ડેન ડસખાટે આ વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપ 2021 પછી પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો પરંતુ, સંન્યાસના 2 મહિના પછી જ તે ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે.આ વખતે તેનો રોલ અલગ છે. પદ કોચનું છે, ખેલાડીનું નહીં. તેને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ કેંટમાં બેટિંગ કોચની કમાન મળી છે. તેઓ 1 જાન્યુઆરી 2022 થી તેમના નવા પદના શપથ લેશે.ડસખાટ્ટે કેંટના બેટિંગ કોચ તરીકે માઈકલ યાર્ડીની જગ્યા લેશે. યાર્ડી બે વર્ષ સુધી કેંટના બેટિંગ કોચ હતા અને હવે સસેક્સની એકેડેમી ડિરેક્ટરની નવી ભૂમિકામાં જોવા મળશે.
કેંટ તરફથી ઈંગ્લેન્ડના જેક ક્રાઉલી અને જોર્ડન કોક્સ જેવા ઉભરતા ખેલાડીઓ રમે છે. ડસખાટને ખુશી છે કે,તેને નવી ભૂમિકામાં યુવા ખેલાડીઓ અને તેના જૂના એસેક્સ સાથી મેટ વોકર સાથે કામ કરવાની તક મળશે. તેણે કહ્યું, “હું ખુશ છું કે મને મેટ વોકર અને કેંટની ટીમ સાથે કામ કરવાની તક મળી રહી છે. હું આ નવો અધ્યાય શરૂ કરવા તૈયાર છું. યુવા ખેલાડીઓને ચમકાવવા માટે હું મારા સંપૂર્ણ અનુભવનો ઉપયોગ કરીશ.”
41 વર્ષીય રયાન ટેન ડસખાટે નેધરલેન્ડના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક છે. તે વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યો છે. જેમાં આઈપીએલનો પણ સમાવેશ થાય છે. તે 2011માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. ત્યારબાદ તે 2012 અને 2014માં IPL જીતનાર KKR ટીમનો ભાગ હતો. તે છેલ્લે 2015માં આઈપીએલમાં રમ્યો હતો. આ લીગમાં તેણે 29 મેચમાં 23.28ની એવરેજથી 326 રન બનાવ્યા હતા, જેમાં અણનમ 70 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.