Site icon Revoi.in

ખૂબજ ચર્ચિત ફિલ્મ ‘KGF 2’નું ટીઝર યશના જન્મદિન પહેલા જ થયું લીક – જાણો યશ એ આ બાબતે શું કહ્યું

Social Share

મુંબઈઃ-ફિલ્મ ‘KGF 2’ને લઈને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણે આ ફિલ્મનો પહેલો પાર્ટ દર્શકોએ ખુબ જ વખાણ્યો છે, ત્યારે હવે ‘KGF 2’ માટે ઈંતઝાર કરતા દર્શકો માટે સારા સમાચાર છે, ‘KGF 2’નું ટિઝર ગઈકાલે રાતે જ લીક થઈ ચૂક્યું છે, જી હા લીક એટલા માટે કે આ ટિઝર આજ રોજ એટલે કે 8મી જાન્યુઆરીના દિવસે ફિલ્મના સ્ટાપ યથના જન્મ દિવસે રિલીઝ કરવાનો પ્લાન હતો જો કે તેની બર્થ ડેના એક દિવસ પહેલા જ એટલે કે 7 જાન્યુઆરીની રાતે જ આ ટિઢર લીક થી ગયું છે

‘KGF 2’ ફિલ્મને લઈને સોશિયલ મીડિયામાં કેટલાક દિવસોથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ટીઝર લીક થવાના કારણે દર્શકોની આતુરતાનો અંત અચાનક જ આવેલો જોવા મળ્યો છે. ટિઝર લીક થયાની ગણતરીની પળોમાં જ વાયરલ થઈ ચૂ્કયું હતું.

આ ફિલમના ટિઝરને લઈને ફિલ્મના પર સ્ટાર યશ એ પોતે માહિતી આપી છે, તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરીને લખ્યું છે કે, કેટલાક લોકોએ ટીઝર લીક કર્યું છે, હું તેમના આ કાર્યથી જરાપણ વિચલીત થયો નથી,હું તે લોકોને શુભેચ્છાઓ પાઠવું છું, અને મારા ચાહકો પાસે માફી ઈચ્છું છેું કે, ટિઝર મોટા પાયે  ઉત્સાહ સાથે રિલીઝ કરવાને બદલે આ રીતે લીક થયું છે.મારો પ્લાન ફ્લોપ રહ્યો છે.

ટીઝરની કહાનિ- ટીઝરમાં શરૂઆતમાં રોકી અને તેની માતાના બાળપણના દ્રશ્યો વર્ણવાયા છે. રોકીની માતાએ તેને કેવી રીતે ઉછેર્યો, તે કેવી રીતે મોટો થયો અને કેવી રીતે તે પોતાની માતાને આપેલું વચન પૂરું કરશે આ તમામ દ્રશ્યો જોવા મળે છે

આ ફિલ્મમાં રવિના ટંડન સાંસદની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ સાથે જ સંજય દત્ત અધિરાના લુકમાં જોવા મળે છે. જો કે, ટીઝરમાં સંજય દત્તનો ચહેરો હજુ બતાવાયો નથી. જો કે સંજય દ્તના ચાહકો તેના લૂકને લઈને પણ ઉત્સુક છે

કોરોડા લોકોએ જોયુ આ ટિઝરઃ-હાલ આ ટીઝર ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડ કરી રહ્યું  છે. એટલું જ નહીં યુ-ટ્યૂબની વાત કરીએ તો યુ-ટ્યૂબ પર વીડિયોના વ્યૂઝ વધતાજ જઈ રહ્યા છે,યશનો ક્રેઝ લોકોમાં છવાયો છે જે જોઈને આ ટીઝરને અત્યાર સુધી 1 કરોડથી પણ વધુ લોકોએ જોઈ ચૂક્યા છે હજુ પણ આ ટીઝર જોવાઈ રહ્યું છં.
સાહિન-