Site icon Revoi.in

દિલ્લીના તાપમાનમાં ઘટાડો, શીતલહેરને કારણે 4 ડિગ્રી તાપમાન નોંધાયું

Social Share

દિલ્હીવાસીઓને હાલ ઠંડીથી કોઈ રાહત મળી નથી. બુધવારે સવારે તાપમાનનો પારો પણ ફરી વળ્યો હતો. તો, ગાઢ ધુમ્મસથી લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો. ભારતીય હવામાન વિભાગ દિલ્હીના લોધી રોડ ખાતે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું. સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 4.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે મોસમની માર વધુ વણસી શકે છે અને તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.

ઉતર ભારતમાં આ આખા અઠવાડિયામાં ઠંડી અને ઠુઠવાની સ્થિતિ બની રહેશે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં શીત લહેરનો પ્રકોપ વધુ તેઝ થઇ શકે છે. આ સાથે મેદાનના લોકોને પણ ઠંડીની સાથે ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે રાજસ્થાન માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે જ પંજાબ અને હરિયાણામાં પણ ભારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક બન્યું છે. અને હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના દક્ષિણમાં લોકોને ભારે વરસાદનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઇકલમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે કેરળ, માહે અને લક્ષદ્વીપમાં વાવાઝોડાની શક્યતા છે.હવામાન વિભાગની માનીએ તો વરસાદનો આ સમયગાળો આખા અઠવાડિયામાં શરૂ રહેશે.

શીત લહેરની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમની ઉપ-હિમાલયન રેંજ ઉપરાંત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની સંભાવના છે.

-દેવાંશી