Site icon Revoi.in

ટોલટેક્સ ચૂકવણીની સિસ્ટમ હવે બદલાશે, તમારે નહી રોકાવવું પડે ટોલપ્લાઝા પર

Social Share

ભારત દેશ સતત પ્રગતિશીલ દેશ છે જ્યાં અવનવી ટેકનીક અને સુવિધાો થકી દેશના નાગરિકોને સરળ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે ત્યારે હવે પરિવહન ક્ષેત્રમાં પણ પ્રગતિ થવા જઈ રહી છે ,જી હા આ પ્રગતિ છે ટોલ પ્લાઝાની, હવે ટોલ ટેક્સને લઈને નમાગ્ર પરિવહન મંત્રી નિતીન ગડકરીએ નવી યોજના જણાવી છે,તો ચાલો જાણીએ શું છે યોજના

દેશભરના હાઈવે પર હાલ દરેક વાહન ચાલકો ટોલ પ્લાઝા પર ઊભા રહીને ફાસ્ટેગની મદદથી ટેક્સ પે કરતા જોવા મળે છે, જો કે સરાક હવે આ ટોલ પ્લાઝાને બંધ કરવાની તૈયારીમાં છે, માત્ર ટોલ પ્લાઝા બંધ થશે ટોલટેક્સ નહી, તો હવે તમે વિચારતા હશો કે ટોપ પ્લાઝા વગર ટોલ ટેક્સ કઈ રીતે? 

વાત જાણે એમ છે ભારત સરકાર દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝાને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા સ્થાપિત કરીને બદલવાની યોજના બનાવી છે. જેમાં કેમેરા વાહનની નંબર પ્લેટ વાંચીને વાહન માલિકોના લિંક્ડ બેંક ખાતામાંથી આપમેળે ટોલના પૈસા જે પ્રમાણે નક્કી કર્યા હશે તે પ્રમાણે કપાશે.

આ યોજનાનું પાઇલટ કામ ચાલી રહ્યું છે અને તેને સરળ બનાવવા માટે કાયદાકીય સુધારા પણ કરવામાં આવી રહ્યા છે“2019માં, અમે એક નિયમ બનાવ્યો હતો કે કાર કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે. છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમની નંબર પ્લેટ અલગ-અલગ છે. હવે ટોલ પ્લાઝાને હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના છે.

જો કે એક સમસ્યા  એ પણ છે કે કાયદા હેઠળ ટોલ પ્લાઝા છોડનાર અને ચૂકવણી ન કરનાર વાહન માલિકને દંડ કરવાની કોઈ જોગવાઈ નથી. આપણે તે જોગવાઈને કાયદાના દાયરામાં લાવવાની જરૂર છે. જે વાહનોમાં આ નંબર પ્લેટો નથી, તેમને ચોક્કસ સમયગાળામાં ઇન્સ્ટોલ કરાવવાની જોગવાઈ અમે લાવી શકીએ છીએ. અમારે આ માટે બિલ લાવવું પડશે.”

હાલ જોવા જઈએ તો  ટોલ પ્લાઝાને પાર કરવામાં વાહન દીઠ લગભગ 47 સેકન્ડનો સમય લાગે છે અને આ પ્રવાહની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે. મેન્યુઅલ ટોલ કલેક્શન લેન દ્વારા પ્રતિ કલાક 112 વાહનોની સરખામણીમાં પ્રતિ કલાક 260 થી વધુ વાહનો ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન લેનમાંથી પસાર થાય છે.હાલ ફાસ્ટટેગ ના ઉપયોગથી દેશભરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક હળવો થયો હોવા છતાં, કેટલાક સ્થળોએ ભીડની જાણ કરવામાં આવી છે, ત્યારે જો આ નવી યોજના લાગુ થાય તો ભારતના હાઈવે પર ટોલ પ્લાઝાની લીધે જે ભીડ જામે છે તેમાંથી પણ મૂક્તિ મળશે, વાહન ચાલકોને ક્યાય અટકવું નહી પડે