Site icon Revoi.in

અભિજિત રોય નાં હત્યારાઓ વિશે જાણકારી આપનારને અમેરિકા આપશે 50 લાખ ડોલર નું ઈનામ

Social Share

દિલ્હીઃ- અમેરિકાએ બાંગ્લાદેશમાં 2015માં અમેરિકન બ્લોગર અભિજીત રોયની હત્યામાં બે ભાગેડુ દોષિતો વિશે માહિતી આપનારને 50 લાખ  ડોલર સુધીનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિવોર્ડ્સ ફોર જસ્ટિસ પ્રોગ્રામે સોમવારે ટ્વિટ કર્યું હતું કે સૈયદ ઝિયા-ઉલ-હક ઉર્ફે ‘મેજર ઝિયા’ અને અકરમ હુસૈન વિશે માહિતી આપનારને 5 લાખ ડોલર સુધીનું ઈનામ આપવામાં આવશે.

આ સાથે જ ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, “2015માં બાંગ્લાદેશમાં અમેરિકનો પર હુમલો કરનારાઓની માહિતી માટે 5 લાખ  ડોલર સુધીનું ઈનામ. બાંગ્લાદેશના ઢાકામાં આતંકવાદીઓ દ્વારા અભિજીત રોયની હત્યા કરવામાં આવી હતી અને તેની પત્ની રફિદા અહેમદ ઘાયલ થયા હતા.. જો તમારી પાસે આ માટે જવાબદાર લોકો વિશે માહિતી હોય તો અપરાધીઓ વિશે  અમને નીચેના નંબર પર મેસેજ કરો.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આ ટ્વીટમાં એક પોસ્ટર પણ છે જેમાં આ હત્યાની ઘટના અને આ કેસની વિગતો છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વિટ કરાયેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે “26 ફેબ્રુઆરી, 2015ના રોજ, જ્યારે અભિજિત રોય અને તેની પત્ની રફિદા બોન્યા અહેમદ ઢાકા પુસ્તક મેળામાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓએ રોયની હત્યા કરી હતી અને તેની પત્નીને ઘાયલ કરી હતી.

 

બાંગ્લાદેશની એક અદાલતે હુમલામાં તેમની ભૂમિકા માટે છ લોકોને દોષિત ઠેરવ્યા છે અને સજા ફટકારી છે. આમાંથી બે આરોપી સૈયદ ઝિયા-ઉલ-હક ઉર્ફે મેજર ઝિયા અને અકરમ હુસૈન ટ્રાયલની શરૂઆતથી જ ફરાર છે.આ ફરાર લોકોની માહિતી આપનાર ને અમેરિકા તરફથી ઈનામની ઘઓષણા કરવામાં આવી છે.