Site icon Revoi.in

હથિયાર વેચાણ મામલે અમેરિકા-ચીનનો દબદબો, 61 ટકા હથિયાર અમેરિકાએ પાડ્યાં પુરા

Social Share

દિલ્હીઃ દુનિયાભરમાં હથિયાર વેચવાના મામલે અંતિમ વર્ષમાં અમેરિકા અને ચીનની કંપનીઓનો દબદબો જોવા મળ્યો હતો. એક રિપોર્ટ અનુસાર હથિયાર વેચતી 25 મોટી કંપનીઓમાં પહેલીવાર મધ્ય-પૂર્વના દેશ યુએઈની પણ હાજરી જોવા મળી છે.

અમેરિકાની એક સંસ્થાના રિપોર્ટ અનુસાર અમેરિકી હથિયાર નિર્માતા કંપનીઓએ વર્ષ 2019માં વિશ્વમાં 61 ટકા હથિયારો પૂરા પાડ્યાં છે. જ્યારે ચીનની કંપનીઓએ 15.7 ટકા હથિયારોનું વેચાણ કર્યું છે. દુનિયાની ટોપ 25 હથિયાર કંપનીનું વેચાણ વર્ષ 2019માં 8.5 ટકાથી વધીને 361 અરબ ડોલર સુધી પહોંચ્યું છે. આ આંકડો સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોના વાર્ષિક બજેટના 50 ગણા છે. હથિયારનું ઉત્પાદન કરતી કંપનીઓમાં અમેરિકાની પાંચ અને ચીનની 4 કંપનીઓના નામ ટોપ-10માં સામેલ છે. 25 કંપનીઓં અમેરિકાની 12 કંપનીનો સમાવેશ થાય છે. અંતિમ વર્ષમાં ચીન દ્વારા 56.7 અરબ ડોલરના હથિયાર વેચવામાં આવ્યાં છે.

પ્રથમવાર મધ્ય-પૂર્વીય હથિયાર કંપનીએ પણ ટોપ 25 કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈની કંપનીએ 22મું સ્થાન હાંસલ કર્યું છે. હથિયાર બનાવતી 25 કંપનીઓએ કરેલા વેચાણમાં આ કંપનીનો હિસ્સો 1.3 ટકા છે. ભારતને રાફેલ લડાકુ વિમાન આપવાવાળી કંપની પણ પહેલીવાર હથિયારનું વેચાણ કરતી 25 કંપનીઓમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.