Site icon Revoi.in

ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠતા અમેરિકાના વ્હાઈટ હાઉસે આપ્યો તેજધાર જવાબ, કહ્યું જાઓ પોતે દિલ્હીમાં જઈને જૂઓ

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી તાજેતરમાં અમેરિકામાં છે જ્યાં તેમણે ભારતના લોકતંત્ર પર ઘણા સવાલ ઊભા કર્યા છે, પોતાના સંબંધોન દરમિયાન તેઓ ભારતને ખોટી રીતે બદનામ કરાવનું કાર્ય કરી રહ્યા છએ,જો કે અમેરિકાએ આ બાબતે તેજઘાર જવાબ આપીને આમ માનનારા લોકોની બોલતી બંધ કરી દીધી છે.

જણાવાવમાં આવ્યું કે  નવી દિલ્હીની મુલાકાત લેનાર કોઈપણ વ્યક્તિ પોતે જોઈ શકે છે. વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના રાજકીય સંચાર સંયોજક જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે અમેરિકી વહીવટીતંત્ર લોકશાહી અંગે ચિંતા વ્યક્ત કરવામાં ડરતું નથી.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારત એક વાઇબ્રન્ટ લોકશાહી છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ દિલ્હી જઈને જાતે જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે  રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં તેમણે પોતાના નિવેદનમાં ભારતમાં લોકશાહી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, વ્હાઇટ હાઉસના તાજેતરના નિવેદન એ દર્શાવે છે કે ભારત સાથે યુએસના ગાઢ સંબંધો છે.અને યુએસને ભારતની લોકશાહી પર વિશ્વાસ છે.

વ્હાઇટ હાઉસમાં NSC સંયોજક જોન કિર્બીએ જણાવ્યું હતું કે, ભારત પેસિફિક ક્વોડ સભ્ય છે અને ઇન્ડો-પેસિફિક સુરક્ષા અંગે અમારો ખાસ મિત્ર અને ભાગીદાર છે. ભારત ચોક્કસપણે બંને દેશો વચ્ચે અનેક સ્તરે મહત્ત્વ ધરાવે છે. જો બાઈડેન દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવા માંગે છે, જે અમારી મિત્રતાને આગળ વધારવા અને ગાઢ બનાવવામાં મદદ કરશે.

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, ‘ભારત અનેક સ્તરે અમેરિકાનું મજબૂત સાથી છે. શાંગરી-લા કોન્ફરન્સમાં પણ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને જાહેરાત કરી હતી કે ભારત સાથે સંરક્ષણ સહયોગને આગળ વધારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા-ભારત બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધી રહ્યો છે, સાથે જ ભારત હિંદ-પ્રશાંત મહાસાગરની સુરક્ષા માટે રચાયેલી ક્વાડનો મહત્વપૂર્ણ સાથી છે.  ભારત માત્ર દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ જ નહીં પરંતુ બહુપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ પણ અમેરિકા માટે એક મહત્વપૂર્ણ સાથી છે આ સાથે જ તેઓ પીએમ મોદીના આગમનની તૈયારીમાં છે તેઓ આતુરતાથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે તેમ જણાવાયું હતું.