Site icon Revoi.in

વિશ્વની પહેલી સ્પેસ હોટલ 7 વર્ષમાં થઈ જશે તૈયાર, આર્ટિફિશિયલ ગ્રેવિટી સર્જન કરીને લગાવશે પૃથ્વીના ચક્કર

Social Share

 

દિલ્હી- ટેલનોલોજી હવે એટલી હદે આગળ વધી ચૂકી છે કે માનવી ઘારે તે કરી શકે છે,ત્યારે હવે આ એક માથાવાળો માનવ સ્પેસમાં કંઈક નવુ સર્જન કરવા જઈ રહ્યો છે.જે પ્રમાણે સુર્ય અને ચંદ્રની ઉપસ્થિતિમાં તમારુ લન્ચ અને ડીનર કરવાનું ડ્રીમ પૂર્ણ થશે.

આ સમગ્ર મામલે અમેરિકાની જાણીતી ઓરબીટલ એસેમ્બલી કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી ચૂકી છે કે તેમએ જણાવ્યું છે કે, દુનિયાની પ્રથમ સ્પેસ હોટેલ તેઓ બનાવશે જેનું કંસ્ટ્રક્શન કામ વર્ષ 2025માં શરૂ થવા જઈ રહ્યું છે.

અંતરિક્ષને લઇને હાલ અનેક પ્રોગ્રામ ચાલી રહ્યાં છે. જેમાં દુનિયાનો પ્રથમ રિયાલિટી શો સ્પેસમાં શૂટ કરવામાં આવશે જે 10 દિવસનો હશે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં શૂટ કરવામાં આવશે. નાસાએ હાલમાં જ એક નવું લુનાર લેન્ડર બનાવી લીધું છે જે એસ્ટ્રોનોટ્સને ચંદ્ર પર લઇ જશે. ઉલ્લેખનીય છે કે નાસાનું ચંદ્ર પર એસ્ટ્રોનોટ્સ મોકલવાનું મિશન 2024માં છે.

જાણો હોટલની ખાસિયતો

આ સ્પેસ હોટલનું નામ વોયેગર ક્લાસ સ્પેસ સ્ટેશન રાખવામાં આવ્યું છે. આ હોટેલ એક મેટલની મોટી રિંગ આકાર જેવી હશે જે આર્ટિફિશિયલ ગ્રેવિટી સર્જન કરી પૃથ્વીના ચક્કર લગાવતી જોવા મળશે.આ હોટેલ દર 90 મિનિટે પૃથ્વીના ચક્કર લગાવશે.

વાત જાણે એમ છે કે, હવે અંતરિક્ષમાં એક હોટેલ બનવા જઇ રહી છે જે 7 વર્ષમાં બનીને સંપૂર્ણ રીતે તૈયાર થી જશે જે અંદાજે વર્ષ 2027 સુધીમાં બની જશે જેમાં 400 લોકો બેસી શકે જમી શકે તેવી ક્ષમતા હશે.આ હોટલમાં દરેક સુવિધાઓ હશે, જેમાં ખાસ કરીને ગ્રાહકોને એક્ટ્રેક્ટિવ કરતીફએસિલિટી જેવી કે જીમ, બાર, ડાયનિંગ હોલ, લાયબ્રેરી, કોન્સર્ટ વેન્યુ હશે.

કેલિફોર્નિયામાં આવેલી ઓએસીની સત્તાવાર વેબસાઇટ પર દજારીકરેલી માહિતી પ્રમાણે સ્પેસ સ્ટેશનમાં અનેક રિંગ્સ પણ હશે. જેમાંથી કેટલાક રિસર્ચ માટે રિઝર્વ હશે જે નાસાને જ્યારે પણ જદરુર પડશે ત્યારે આપવામાં આવશે, આ સમગ્ર બાબતે આવનાર ખર્ચની હજુ સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી.

હવે તમને મનમાં સવાલ થશે કે આ હોટલ સુધી કઈ રીતે પહોંચી શકાશે તો એનો જવાબ છે કે,સ્પેસ-એક્સની મદદથી અહી સુધી પહોંચાડી શકાશે, જે ગેસ્ટને લઈ પણ જશે અમે મૂકી પણ જશે.આ હોટેલમાં જરૂરી તમામ સુવિધા જેવી કે પાણી, હવા, ઇલેક્ટ્રિસિટી અને કામ કરતાં કર્મચારીઓના રહેવા માટેના ક્વાર્ટર પણ બનાવવામાં આવશે.

 

સાહિન-

Exit mobile version