Site icon Revoi.in

કોલકાતાની આજુબાજૂ આલેવા છે સુંદર હીલ સ્ટેશનો, તમે પણ આ હિલસ્ટેશનોની ચોક્કસ લો મુલાકાત

Social Share

આજકાલ દરેક લોકોને સારુ ખાવું અને ઉફરવું તથા ફોટોગ્રાફી કરવી જાણે શોખ બની ગયો છે,ફરવાના શોખીનો અનેક શહેરોમાં ફરે છે,કેચટલાક રાજ્યની બહાર તો કેટલાક દેશની બહાર પણ ફરવા જાય છે. પણ જો તમે પશ્વિમ બંગાળની મુલાકાત કરવા જઈ રહ્યા છઓ તો કોલકાતા સિવાય અહીયાનું એક હિલ સ્ટેશન ખૂબ જ જાણીતું છે,અહીના મનમોહક દ્રર્શ્યો તમે તમારા કેમેરામાં કેદ કરી શકો છો.

પશ્ચિમ બંગાળની આ જગ્યાનું નામ કાલિમપોંગ હિલ સ્ટેશન જે સિલીગુડીથી 67 કિલોમીટરના અંતરે આવેલું સુંદર સ્થળ છે.કાલિમપોંગ હિલ સ્ટેશનમાં તમે બરફથી ઢંકાયેલ શિખરોનો જોવાનો અહલાદક મોકો મળશે

આ સાથે જ કાલિમપોંગ હિલ સ્ટેશન સમુદ્ર સપાટીથી 4000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. વિહંગમ નજારો જોવાની સાથે પશ્ચિમ બંગાળની પરંપરા અને સંસ્કૃતિથી પણ તમે પરિચિત થઈ શકો છો.

કાલિમપોંગ હિલ સ્ટેશન મનોહર દૃશ્યો ઉપરાંત બૌદ્ધ મઠો, ચર્ચ અને તિબેટીયન હસ્તકલા માટે પણ જાણીતું છે. જો તમે કલા અને સંસ્કૃતિમાં રસ ધરાવો છો, તો ચોક્કસપણે આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નહી.

આ સાથે જ અહીં પ્રકૃતિ પ્રેમીઓને વિવિધ પ્રકારના પક્ષીઓના ટોળા જોવા મળશે. તેમના અવાજનો કલરવ તમારા પ્રવાસને વધુ મધુર બનાવે છે.અહીં સ્થિત નેઓરા નેશનલ પાર્કની મુલાકાત લઈ શકાય છે. આ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓ લેપચા મ્યુઝિયમની પણ મજા માણી શકે છે.

આ હિલ સ્ટેશન દાર્જિલિંગના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલું છે. અહીં તમે પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓ પણ કરી છો. કાલિમપોંગનું સૌથી ઊંચું સ્થાન દેઓલો હિલ્સ છે, જ્યાંથી તમે આ સ્થળની સુંદરતાને તમારી આંખોમાં કેદ કરી શકો છો. આ સ્થળ પર તમે ઘણા બધા સુંદર નજારાઓને વળતા ફેરા કેમેરામાં કેદ કરી યાદગાર ક્ષણ બનાવી શકો છો.