Site icon Revoi.in

વહેલી સવારે સૂર્યદેવને જળ ચઢાવવાના છે ઘણા ફાયદા, જાણો અર્ઘ્ય અર્પણ કરવાની યોગ્ય રીત

Social Share

હિન્દુ ધર્મમાં સૂર્યને જળ ચઢાવવાની પરંપરા ખૂબ જૂની છે,જે આજે પણ પ્રચલિત છે. ભક્તો દરરોજ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે. શાસ્ત્રોમાં પણ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, કુંડળીમાં સૂર્યદેવની નબળી સ્થિતિને મજબૂત કરવા માટે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.તો ચાલો જાણીએ ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ સાથે તેના વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ વિશે પણ.

જ્યોતિષ મહત્વ

રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. અને વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યદેવને દરરોજ જળ ચઢાવવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત રહે છે.

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ જો કુંડળીમાં શનિ દોષ છે, તો દરરોજ જળ અર્પણ કરવાથી તેની અસર ઓછી થાય છે. આ સિવાય ચંદ્રમાં માં પણ જળનું તત્વ હોય છે,જ્યારે આપણે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીએ છીએ,ત્યારે સૂર્ય જ નહીં પણ ચંદ્ર દ્વારા રચિત યોગ પણ કુંડળીમાં ખાસ સક્રિય છે.

વૈજ્ઞાનિક મહત્વ

સૂર્યને જળ ચઢાવતી વખતે દરેક એક ટીપું એક માધ્યમ તરીકે કાર્ય કરે છે. જે વાતાવરણમાં હાજર તમામ વાયરલ પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. દરરોજ સૂર્યને અર્ઘ્ય ચઢાવવાથી આપણા હાડકા મજબૂત બને છે. સૂર્ય કિરણો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

કેવી રીતે સૂર્યને જળ અર્પણ કરવું