Site icon Revoi.in

તુલસીના પાન દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવાથી થાય છે ચમત્કારી ફાયદા

Social Share

સામાન્ય રીતે તુલસીને ધાર્મિક રીતે કાસ મહત્વ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ તુલસીના અઢળક ગુણો પણ છે. જે શરદીથી લઈને માથાના દૂખાવામાં અનેક રીતે ઉપયોગી છે, સામાન્ય રીતે આપણે તુલસીનો ઉકાળો બનાવતા હોઈએ છીએ અથવા તો તુલસીના પાન ચાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તને ક્યારેય તપલસીના પાનને દૂધમાં મિક્સ કરીને તેનુ સેવન કર્યું છે, જો નહી..તો હવે ટ્રાય કરજો કારણ કે દૂધમાં તુલસીના પાન ઉકાળીને તેનું સેવન કરવાથી ચમત્કારી ફાયદાઓ થાય છે

  1.  તુલસી વાળું દૂધ અસ્થમાના દર્દીઓ માટે પણ ફાયદાકારી છે. ખાસ કરીને મૌસમમાં ફેરફાર થતા પર થતી શ્વાસ સંબંધી સમસ્યાઓથી બચવા માટે દૂધ અને તુલસીનો આ મિશ્રણ ખૂબ લાભકારી હોય છે.
  2. દૂધમાં તુલસી પીવાથી ઘણા ફાયદા થાય છે. તુલસીના પાન અને દૂધમાં રહેલા પોષક તત્વો અનેક રોગોથી રક્ષણ આપે છે.તુલસીમાં ઘણી એન્ટીબાયોટીક ગુણધર્મો સમાયેલા હોય છે સાથે સાથે એન્ટીઓકિસડન્ટો અને દૂધમાં અન્ય તમામ પોષક તત્વોહોય  છે જેના કારણે કેન્સર જેવા ઘાતક રોગને થતા બચાવે છે.
  3.  આ સાથે જ જ્યારે તણાવ  સતાવતો હોય ત્યારે દૂધમાં તુલસીના પાનને ઉકાળીને પીવો. તમારો તણાવ દૂર થશે અને ધીમે ધીમે તણાવની સમસ્યામાંથી છૂટકારો મળશે.
  4. આ સાથે જ કિડની સ્ટોન- જો કોઈ વ્યક્તિને કિડનીમાં સ્ટોન થવાની શરૂઆત થઈ છે તો એને દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈ આથી કિડની સ્ટોન ધીમે-ધીમે દૂર થાય છે.
  5. વારંવાર થતા માથાના દુખાવા માટે તુલસીના પાન વાળું દૂધ ખૂબ જ ગુણકારી હોય છે તુલસીનું ગરમ ​​દૂધ તમને ઘણી રાહત આપે છે. આ માટે તમે દરરોજ સવારે તુલસીના મિશ્રણ વાળું ગરમ દૂધનુ સેવન કરવું જોઈએ ,જેથી માઈગ્રેનમાં રાહત થાય છે.