Site icon Revoi.in

પગની આંગળીઓમાં ચાંદીની વિટી પહેરવાની ફેશનની પાછળ છૂપાયેલા છે વૈજ્ઞાનિક કારણો

Social Share

આપણે ઘણી સ્ત્રીઓને પગની આગંળીઓમાં ચાંદીની વિંટી પહેરતા જોઈએ છીે ચાંદિની વિટી આનતો એક ફેશન છે આપણે એમ કહીએ છીએ જો કે પગની આગંળીઓમાં વિંટી પહેરવા પાછળ ફેશનની સાથે સાથે ઘણા ઘાર્મિક તો ઘણા વૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિંટીઓ પહેરવાના શુ હોય છે કારણઓ જેને આજની ફેશન સાથે પણ જોડી દેવાયા છે.

પહેલા તો એ જાણીએ કે પગમાં પહેરાતી ચાંદીની કે કોઈ પણ પ્રકારની  વિંટીને બીજા ભાષામાં વિંછીયા કહેવામાં આવે છે વિંછીયા ફક્ત ચાંદીની જ પહેરવામાં આવે છે. સ્ત્રીઓ સોનાના વિંછીયા પહેરતી નથી. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. સોનાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

આ સાથે જ  મહિલાઓ કમરથી નીચે સોનાથી બનેલી કોઈપણ જ્વેલરી પહેરતી નથી કારણ કે તે દેવીનું અપમાન માનવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે ચાંદીને વીજળીનો સારો વાહક માનવામાં આવે છે. ચાંદી પૃથ્વીની ધ્રુવીય શક્તિઓને શોષી લે છે અને તેને આપણા શરીરમાં પહોંચાડે છે. આ રીતે આ ઉર્જા આપણા સમગ્ર શરીરમાં પ્રસારિત થાય છે.

પગમાં પહેરવામાં આવતી ચાંદીની વિંટી થી  મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. એવું માનવામાં આવે છે કે પગની બીજી આંગળીની નસો સીધી સ્ત્રીઓના હૃદય અને ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે આ આંગળી પર વિંછીયા વડે દબાણ આવે છે, ત્યારે નસો પણ દબાય છે, જેના કારણે નસોમાં લોહીનું પરિભ્રમણ સરળ રીતે થાય છે.