Site icon Revoi.in

‘પાલક’ની ભાજી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ – હિમોગ્લોબીનની ઉણપ થાય છે દૂર

Social Share

આમ તો લીલા પાનવાળા શાકભાજી શરીર માટે ફાયદા કારક હોય જ છે પણ તેમાં પણ ભાજીની વાત કરીએ તો ભાજી ખાવીથી અઢળક ફાયદાઓ ખાય છએ, તો આજે આપણે વાત કરીશું પાલકની ભાજીની,જેમાં મોટી માત્રામાં હિમોગ્લોબીન સમાયેલું હોય છે.
પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન ક્રીયા સરળ બની જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો તેમાં પણ રાહત થાય છે.

જો પાલકમાં સમાયેલા તત્વોની વાત કરીએ તો ૧૦૦ ગ્રામ પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. ૨ ટકા પ્રોટીન હોય છે, ૨.૯ ટકા કાર્બોહાઈડ્રેટ સમાયેલું હોય છે, આ સાથે જ પાલકમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને આરોગ્ય માટે ખુબજ લાભદાયક માનવામાં આવે છે.

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.આ સાથે જ ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલક મહત્વનું પરિભળ છે.પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. ખાસ કરીને નાના બાળકોને પાલક ખવડાવવી જોઈએ.

સાહિન-