Site icon Revoi.in

લિપ્સ્ટિક લગાવવાની આટલી ખાસ ટ્રિક જોઈલો, જે તમારા મેકઅપને બનાવશે પરફેક્ટ

Social Share

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તેઓ પરફેક્ટ દેખાઈ અને સુંદર દેખાઈ આ માટે દરેક મહિલાઓ કે યુવતીઓ મેકઅપ કરતી હોય છે આ માટે ખાસ, મેકઅપ તરીકે લિપસ્ટિકનો ઉપયોગ કરવો ખૂબજ જરુરી છે,કારણ કે લિપ્સ્ટિક તમારા ચહેરાને વધુ સુંદર બનાવે છે.

જો મેકઅપ ન કરીએ તો પણ લિપસ્ટિક લગાવીને પણ આકર્ષક લૂક બનાવી શકીએ છીએ. પણ જો લિપ્સ્ટિક બરાબર લગાવામાં આવે તો જ લૂક આકર્ષક બને છે નહી તો તે દેખાવને બગાડી શકે છે. ખરાબ રીતે લગાવેલી લિપસ્ટિક ચહેરા પર ખૂબ જ ખરાબ લાગે છે. ફેશન ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ લિપસ્ટિકનું મહત્વ જણાવ્યું છે. જો કે ઘણા લોકોને એ પણ સમજાતું નથી કે તેમણે કોઈ ભૂલ કરી છે.જાણો, આવી જ કેટલીક ભૂલો વિશે જે ઘણીવાર છોકરીઓ લિપસ્ટિક લગાવતી વખતે કરે છે.

લિપલાઈનર

જો તમે પણ એવા લોકોની યાદીમાં છો કે જેઓ એક જ લિપ લાઇનરનો ઉપયોગ લિપસ્ટિકના ઘણા શેડ્સ પર કરે છે. તો આ પણ લિપસ્ટિકની ભૂલોની યાદીમાં સામેલ છે. આ માટે માત્ર મેચિંગ શેડ સાથે ડાર્ક લિપ લાઇનરનો ઉપયોગ કરો. લાઇટ લિપ લાઇનર શેડ સાથે ન્યુડ, પીચ જેવા શેડ્સનો પણ ઉપયોગ કરો.

લિપ્સ્ટિકને વાંરવાર કોટ કરવી

લોકો વારંવાર તેમના હોઠ પર ડાર્ક લિપ લાઇનર સાથે લિપસ્ટિકનો કોટ વારંવાર લગાવે છે. તે ચોક્કસપણે તેના દેખાવને ખરાબ કરી શકે છે. લિપસ્ટિકમાં માત્ર સોફ્ટ ટેક્સચર જ સારું લાગે છે.

લિપ્સ્ટિકનો ઉપયોગ

જો કે હવે તમને અનેક પ્રકારની લિપસ્ટિક મળે છે, પરંતુ આજે પણ કેટલીક દુકાનોમાં એવી લિક્વિડ લિપસ્ટિક ઉપલબ્ધ છે જે ખૂબ જ સૂકી હોય છે. વધુ પડતી ડ્રાય લિપસ્ટિકથી હોઠ રુસ્ક દેખાઈ શકે છે.

કોમ્પેક્ટ પાવડર

જો તમારી લિપ્સ્ટિક ખૂબજ ઓઈલી કે વધારે ભીની હોય તો તેને લગાવ્યા બાદ તેના પર આંગળી વડે હળવાશથી કોમ્પેક્ટ પાવડર સેટચ કરીલો જેથી લિપ્સ્ટિક પ્રસરશે નહી