Site icon Revoi.in

અમદાવાદ-ગાંધીનગરમાં વાતાવરણમાં આવ્યો પલટો

Social Share

અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદ શહેર-જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તેમજ ભારે પવન ફુંકાયો હતો. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હોવાનું પણ જાણવા મળે છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દોઢ કલાકમાં લગભગ બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં હજુ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની શકયતા છે.

વેસ્ટન ડિસ્ટર્બનને પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન આજે સાંજના સમયે કચ્છના મુખ્યમથક ભુજમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વાણિયાવાડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો, શહેરના થલતેજ, બોડકદેવ, સરખેજ અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુકાંયો હતો. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો. સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય હોવાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને પગલે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે જગતનો તાત ગમાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.