Site icon Revoi.in

અહીં આવેલું છે એક એવું મંદિર કે જ્યાં તમને પ્રસાદમાં ખાવા મળે છે નુડલ્સ

Social Share

સામાન્ય રીતે આપણે સાંભળ્યું હશે કે પ્રસાદમાં મીઠાઈ, લાડવા કે શીરો મળતો હોય અને મોટાભાગના મંદિરોમાં આજ પ્રસાદ મળે છે,પણ આજે વાત કરીશું એક એવા મંદિરની કે જ્યા તમને પ્રસાદમાં શઈરો કે મીઠાઈ નહી પરંતુ નુડલ્સ પરોસવામાં આવે થે

આ મંદિર ચીનમાં નહી પરંતુ આપણા જ દેશમાં આવેલુપં છે.નુડલ્સ સાંભળીને એમ લાગતું હશે કે આ મંદિર ચીનમાં જ હશે પરંતુ નહી આ મંદિર  કલકત્તાના ટેંગરા વિસ્તારમાં છથે એ વાત સાચી છે કે આ મંદિર ચાઈનિઝ મંદિર છે.

આ મંદિરને  ‘ચાઈનીઝ કાલી મંદિર’  તરીકે ઓળખાય છે. આ સમગ્ર વિસ્તારને પણ વિસ્તાર ચાઈના ટાઉન તરીકે ઓળખાય છે. અહીની એક ગલીમાં આવેલું આ મંદિર તિબેટીયન શૈલીનું છે. આ મંદિરની ગલીમાં જૂના કલકત્તા અને પૂર્વ એશિયાની સુંદર સંસ્કૃતિની ઝલક જોઈ શકાય છે.

તિબ્બતી શૈલીની આ ઐતિહાસિક શેરીમાં જૂના કલકત્તા અને પૂર્વ એશિયાની શાનદાર સંસ્કૃતિ એક સાથે અહીં જોવા મળી રહી છે. આ ચીની કાળી મંદિર વિશે સૌથી રસપ્રદ અને અનોખો પડાવ એ છે કે, અહીં દેવી કાલીને પ્રસાદ તરીકે નૂડલ્સ અને ચોપ સુઈ, રાઈસ અને સબજી જેવા વ્યંજનો ચડાવામાં આવે છે. ભક્તોને પણ પ્રસાદમાં આજ આપવામાં આવે છે.

આ મંદિરમાં એક બંગાળી પાદરી દેવીની પૂજા કરે છે અને દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે અહીં હાથથી બનાવેલા કાગળો બાળવામાં આવે છે. દિવાળીની ઉજવણી દરમિયાન, ચાઇનીઝ ધૂપ લાકડીઓ સાથે અહીં લાંબી મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે