Site icon Revoi.in

ખાવાના ગોળને ઓળખવાની પણ હોય છે એક રીત,તમે પણ જાણી લો

Social Share

અત્યારના સમયમાં દરેક લોકો ઈચ્છે છે કે તેમને શુદ્ધ અને સ્વાદિષ્ટ જમવાનું મળે, હંમેશા એવી વસ્તું મળે કે જેમાં કોઈ ભેળસેળ કે મિલાવટ ન હોય. આવામાં જો વાત કરવામાં આવે ખાવામાં ઉપયોગ લેવાતા ગોળ વિશેની તો તેને પણ ઓળખવાની એક રીત હોય છે જેનાથી ખબર પડે કે આ ગોળ અસલી છે કે નકલી.

જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો અસલી ગોળની ઓળખ એ છે કે તે ઘેરા બદામી રંગનો દેખાય છે. ગોળને આછો બ્રાઉન બનાવવા માટે તેને સાફ કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે.તેમજ તેના વજન વધારવા માટે, તેને પોલિશ કરવા સિવાય, અન્ય વસ્તુઓમાં ભેળસેળ પણ કરવામાં આવે છે.

આ ઉપરાંત ગોળનો સ્વાદ લો, જો ગોળનો સ્વાદ થોડો ખારો કે કડવો લાગે તો સમજી લેવું કે ગોળ ચોખ્ખો નથી. વાસ્તવિક ગોળનો સ્વાદ મીઠો હોય છે.

ઉલ્લેખનીય છે કે ગોળ આરોગ્ય માટે ખૂબજ સારું સ્ત્રોત છે. શિયાળામા ગોળની ચા પીવાથી ઘણા રોગોનો ખતરો પણ ઓછુ થાય છે. જો તમે વેટ લૉશ મિશન પર છો તો તમને ખાંડને રિપ્લેસ કરીને ગોળનુ સેવન કરવો જોઈએ. પણ કાળજી રાખવી કે ગોળ અસલી જ હોય. ગોળથી ન માત્ર ચા બનાવી શકીએ પણ ઘણા સ્વીટ ડિશ બનાવવામાં ગોળનો ઉપયોગ કરાય છે. તેનાથી તમે હેલ્દી રહેવાની સાથે તમારુ વજન વધવાનો પણ ખતરો નહી રહે છે. તેથી સ્થિતિમાં આ ફાયદા ત્યારે જ મળે છે જ્યારે ગોળ વાસ્તવિક હોય. નકલી ગોળ ખાવાથી તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.