Site icon Revoi.in

આંઘ્ર પ્રદેશ રાજ્યમાં 13 નવા જીલ્લાઓનો થશે સમાવેશ – કેબિનેટે આ બાબતે આપી મંજૂરી

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં વધતી વસ્તીની સાથે સાથે  તાલુકાઓ અને જીલ્લાઓ પણ વિકસીત થઈ રહ્યા છે, વધુ વસ્તી ધરાવતા ગામોને તાલૂકાઓમાં અને જીલ્લા સ્તરની વસ્તી ધરાવતા પ્રદેશોને જીલ્લા બનાવામાં આવી રહ્યા છએ ત્યારે આજ દિશામાં આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લા બનાવવાની મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશ રાજ્યમાં છેલ્લી વખત 1979માં નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. તે સમયે આંધ્રપ્રદેશ અવિભાજિત હતું. વિઝિયાનગરમ જિલ્લો 1979 માં બનાવવામાં આવ્યો હતો.

આ જીલ્લાઓ બનાવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા હજુ બાકી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એપ્રિલમાં તેલુગુ નવા વર્ષ સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. 13 નવા જિલ્લાઓની રચના બાદ રાજ્યમાં કુલ 26 જિલ્લાઓ હશે.

24 લોકસભા મતવિસ્તારોને જિલ્લાઓમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે. વિશાખાપટ્ટનમમાં અરાકુ લોકસભા મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે જેને બે જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવશે. નવા જિલ્લાઓના નામ માન્યમ, અલ્લુરી સીતારામ રાજુ, અનાકાપલ્લી, કાકીનાડા, કોના સીમા, એલુરુ, એનટીઆર, બાપટિયા, પલનાડુ, નંદ્યાલ, શ્રી સત્યસાઈ, અન્નમય, શ્રી બાલાજી છે.